મુખ્ય પ્રધાને ગુજરાતની સ્વર્ણિમ જયંતી નિમિત્તે યોજાયેલી સ્પર્ધાઓમાં ૬૫૯૮ ગામોને ૧૨૧.૩૫ કરોડ રૂપિયાનાં રોકડ ઇનામો એનાયત કર્યા
અમદાવાદ: કૃષિ મહોત્સવથી ખેડૂતોને ખેતી માટે પ્રેરિત કર્યા બાદ ખેડૂતો આધુનિક ખેતીથી આવકમાં સમૃદ્ધ બન્યા છે. ગુજરાતના ખેડૂતોની આવક ૧૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધીને ૫૯,૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચી છે અને ગુજરાતના ખેડૂતોનાં બટાટા, કારેલાં, ફળફળાદિ, શાકભાજી વિદેશોનાં બજારોમાં વેચાય છે એમ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની સ્વર્ણિમ જયંતી પ્રસંગે યોજાયેલી ગ્રામપંચાયત સ્પર્ધાઓના પુરસ્કારો એનાયત કરવાના સમારોહમાં કહ્યું હતું.
ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિર પરિસરમાં યોજાયેલા આ સમારોહમાં ગુજરાતમાં સ્વર્ણિમ જયંતી અવસરે શ્રેષ્ઠ ગ્રામપંચાયત સ્પર્ધા, સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર સ્પર્ધા અને ‘સ્વચ્છ ગામ-સ્વસ્થ ગામ’ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિજેતા બનેલી ૬૫૯૮ ગ્રામપંચાયતોને ૧૨૧.૩૫ કરોડ રૂપિયાનાં ઇનામો ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ એનાયત કર્યા હતાં.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK