Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડ્રગ્સ કેસ:8 નવેમ્બર સુધી ન્યાયિક અટકમાં ફેઝલ અને TV અભિનેત્રી પ્રીતિકા

ડ્રગ્સ કેસ:8 નવેમ્બર સુધી ન્યાયિક અટકમાં ફેઝલ અને TV અભિનેત્રી પ્રીતિકા

25 October, 2020 05:16 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ડ્રગ્સ કેસ:8 નવેમ્બર સુધી ન્યાયિક અટકમાં ફેઝલ અને TV અભિનેત્રી પ્રીતિકા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બોલીવુડ અભિનેતા (Bollywood Actor) સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન મામલે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) ડ્રગ્સ એંગલની તપાસ કરી રહ્યા છે. તપાસ એજન્સી તરફથી વધુ એક ડ્રગ્સ રેકેટનો ખુલાસો કરવામાં આવ્યો છે. મુંબઇ ઝોનલ યૂનિટની એક ટીમે માછીમાર, વર્સોવામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. આમાંથી એક ટીવી અભિનેત્રી પ્રીતિકા ચૌહાણ છે.

એજન્સીએ રવિવારે નિવેદનમાં કહ્યું કે, "મુંબઇ ઝોનલ યૂનિટની એક ટીમે માછીમાર, વર્સોવામાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અને કાલે તેમના કબજે 99 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં સફળ રહી છે. બે વ્યક્તિ-એક ફેઝલ અને ટીવી અભિનેત્રી પ્રીતિકા ચૌહાણની ધરપકડ કરવામાં આવી અને ફરી તેમને કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા." કૉર્ટે રવિવારે બન્નેને 8 નવેમ્બર સુધી ન્યાયિક ધરપકડમાં મોકલી દેવામાં આવ્યા છે.



નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના નિધનની તપાસમાં સામે આવેલા ડ્રગ્સ મામલે 20થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી. એનસીબીએ આ મામલે બોલીવુડ વિશ્વની કોઇ શીર્ષ અભિનેત્રીઓની પૂછપરછ કરી. એનસીબીની ટીમે સિવિલ ડ્રેસમાં મુંબઇના વર્સોવાના બે વિસ્તારોમાં છાપેમારી કરી.


આ દરમિયાન ટીમે ટેલિવીઝન અભિનેત્રીને ડ્રગ્સ ખરીદતા રંગેહાથ પકડી પાડી હતી. હાલ તપાસ એજન્સી આ મામલે કાર્યવાહી કરી રહી છે. એનસીબીએ ડ્રગ્સ મામલે અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરી લીધી છે. એનસીબીની ટીમે આ મામલે રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શૌવિક ચક્રવર્તી સહિત કેટલાય આરોપીઓની ધરપકડ કરી છે. હાલ, રિયા ચક્રવર્તીને જામીન મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2020 05:16 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK