Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રાફિક પોલીસના જવાન પર હુમલો કરનાર મુંબ્રાના ટિનેજર્સની ધરપકડ

ટ્રાફિક પોલીસના જવાન પર હુમલો કરનાર મુંબ્રાના ટિનેજર્સની ધરપકડ

22 August, 2019 01:18 PM IST | મુંબઈ

ટ્રાફિક પોલીસના જવાન પર હુમલો કરનાર મુંબ્રાના ટિનેજર્સની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સગીર વયના છોકરાઓને મોટરસાઇકલ ચલાવતા જોઈને એમની સામે પગલાં લેનારા ૨૯ વર્ષના ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલ અંગદ મુંડેને બેફામ મારઝૂડ કરવાની ઘટના મુંબ્રામાં બની હતી. જો કે ગઈ કાલે આ ત્રણેય ટિનજર્સની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે સાંજે મુંબ્રાના તનવરનગરમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓને મોટરસાઇકલ ચલાવતા જોઈને એમની મોટરસાઇકલો જપ્ત કરી હતી.

જપ્ત કરેલી મોટરસાઇકલો ટૉ કરીને લઈ ગયા બાદ ટ્રાફિક પોલીસના મુંબ્રા કાર્યાલયની પાસે ઉતારવામાં આવી હતી. એ વખતે કેટલાક જણે તનવરનગરમાંથી જપ્ત કરેલી મોટરસાઇકલ આપી દેવાનું અંગદ શિંદેને કહ્યું હતું. અંગદે એમને કહ્યું કે વાહનના દસ્તાવેજો અને લાઈસન્સ બતાવીને દંડ ભર્યા બાદ મોટરસાઇકલ લઈ જઈ શકો છો. એ વખતે તનવરનગરથી આવેલા લોકોએ અંગદને રોડ ડિવાઇડર પર લઈ જઈને લાતો અને મુક્કાથી મારઝૂડ કરી હતી. એ ઘટના બાબતે એક સગીર વયના છોકરા ઉપરાંત ૨૪ વર્ષના અફનાન કુરૈશી અને ૪૪ વર્ષના શમસુદ્દિન બાંગીની પોલીસે ધરપકડ કરી છે. ચોથો આરોપી ૨૭ વર્ષનો તમસીલ કુરૈશી નાસી ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2019 01:18 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK