Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાલિનામાં બે ભાઈઓએ ટીનેજરની હત્યા કરી

કાલિનામાં બે ભાઈઓએ ટીનેજરની હત્યા કરી

14 October, 2019 12:49 PM IST | મુંબઈ

કાલિનામાં બે ભાઈઓએ ટીનેજરની હત્યા કરી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


સાંતાક્રુઝના કાલિનામાં ગઈ કાલે વહેલી સવારે બે સગા ભાઈઓએ ૧૭ વર્ષના કિશોરની ચાકુના ઘા મારીને હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના બની હતી. હુમલા બાદ લોહી નીકળતું જોઈને આરોપી ભાઈઓ મૃતકના ઘા પર હળદર ચોપડીને રસ્તાની બાજુએ મૂકીને પલાયન થઈ ગયા હતા. વાકોલા પોલીસે હત્યાના આરોપસર બન્નેની ધરકડ કરી છે.
વાકોલા પોલીસે જણાવ્યા મુજબ ૧૭ વર્ષના સાહિલ શાહ નામના સગીર યુવકની હત્યા કરવાના આરોપસર ૩૫ વર્ષના ગૌતમ વામન મુનેશ્વર અને તેના ૨૪ વર્ષના ભાઈ ક્ષિતિજની ધરપકડ કરી છે. આ હત્યા કોઈક વિવાદને લીધે કરવામાં આવી હતી. આરોપી ભાઈઓએ સાહિલ શાહના ગળા પર ચાકુના ઘા મારતાં તે ઢળી પડ્યો હતો અને તેના ઘામાંથી ખૂબ લોહી વહેવા માંડ્યું હતુય એ જોઈને આરોપી ભાઈઓ ગભરાઈ ગયા હતા અને તેમણે ઘા પર હળદર ચોપડી હતી. ત્યાર બાદ પણ લોહી બંધ ન થતાં આરોપીઓ સાહિલને રોડ પર મૂકીને નાસી ગયા હતા. સવારે લોકોએ સાહિલનો મૃતદેહ જોયો હતો. જાણ કરાયા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ જુઓઃ જુઓ તારક મહેતા... ફૅમ રીટા રિપોર્ટરની બેબી બમ્પમાં હોટ તસવીરો



વાકોલાના સિનિયર ઇન્સ્પેક્ટર કૈલાસ આવ્હાડે કહ્યું હતું કે ઘટનાસ્થળ નજીકની દુકાનોના સીસીટીવી કૅમેરાની મદદથી આખી ઘટના જાણી શકાઈ હતી, જેમાં મૃતક અને આરોપીઓ વચ્ચે કોઈક કારણસર જોરદાર ઝઘડો થયા બાદ હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. ત્યાર બાદ અમે બન્ને ભાઈઓની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2019 12:49 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK