મુંબઈ: મીરા રોડમાં સુસાઇડના બે બનાવ

Published: 20th November, 2020 07:43 IST | Mumbai Correspondent | Mumbai

યુવકે ગાર્ડનમાં ગળે ફાંસો ખાધો, મહિલાએ ફ્લૅટમાં જીવ ખોયો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મીરા રોડના શાંતિ પાર્ક વિસ્તારમાં અમુક કલાકમાં શંકાસ્પદ સુસાઇડના બે જુદા-જુદા બનાવો બન્યા છે. જોકે પોલીસે જણાવ્યા પ્રમાણે બન્ને કેસમાં સુસાઇડ-નોટ મળી નથી. ૨૨ વર્ષના યુવકે ગાર્ડનમાં પોતાનું જીવન ટૂંકાવ્યું, જ્યારે મહિલાએ પોતાના અપાર્ટમેન્ટની સિલિંગ સાથે લટકીને જીવ આપ્યો હતો. મહિલા તે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી.

પ્રથમ કેસ

ગઈ કાલે સવારે યુવક મહાનગરપાલિકાના મહાવીર ઉદ્યાનમાં સ્વિંગની ફ્રેમ સાથે લટકતો જોવા મળ્યો હતો. મરનારની ઓળખ રાહુલ યાદવ તરીકે થઈ છે અને તે મીરા રોડના ગોકુલ ગામ વિસ્તારનો રહેવાસી છે અને તે બેરોજગાર હતો. જોકે એમ છતાં એક યુવતીએ તેની સતામણી અને દુર્વ્યવહાર કરવા બદલ મરનાર સામે એનસી નોંધાવી છે. તેણે લટકવા માટે વાયરનો ઉપયોગ કર્યો હતો. તે ડ્રગનો વ્યસની હોય એવું લાગે છે. પોલીસને ગઈ કાલે મોડી સાંજે આ ઘટના વિશે માહિતી મળી હતી.

બીજો કેસ

બીજા કિસ્સામાં ૨૭ વર્ષની એક મહિલાએ જીવન ટૂંકાવ્યું હતું. તેણે શાંતિ પાર્ક વિસ્તારમાં આવેલા અપાર્ટમેન્ટની સિલિંગ પર ગળાફાંસો ખાધો હતો. મહિલા પોતાના જીવનસાથી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. મીરા રોડ પોલીસે તેની સાથે રિલેશનશિપમાં રહેનાર વ્યક્તિને તપાસ માટે અટકાયતમાં લીધો છે. મીરા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સંદીપ કદમે જણાવ્યું હતું કે ‘અમે બન્ને કેસમાં ઍક્સિડન્ટલ કેસ નોંધ્યો છે. બન્ને મૃતદેહોને ટેમ્ભા હૉસ્પિટલમાં શબ-પરીક્ષણ માટે મોકલ્યા છે. અમે પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. તપાસ અધિકારીઓ બન્ને કેસમાં વિગતવાર તપાસ ચલાવી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK