Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈની ક્લબમાં થઈ અજબ ચોરી: આખેઆખું બાથટબ જ કોઈ ઉપાડી ગયું

નવી મુંબઈની ક્લબમાં થઈ અજબ ચોરી: આખેઆખું બાથટબ જ કોઈ ઉપાડી ગયું

27 August, 2019 10:14 AM IST | મુંબઈ

નવી મુંબઈની ક્લબમાં થઈ અજબ ચોરી: આખેઆખું બાથટબ જ કોઈ ઉપાડી ગયું

નવી મુંબઈ સ્પોર્ટ્સ ક્લબમાંથી ચોરાયેલું બાથટબ.

નવી મુંબઈ સ્પોર્ટ્સ ક્લબમાંથી ચોરાયેલું બાથટબ.


શહેરમાં દિવસ કે રાત્રિએ બંધ મકાનોમાં ચોરી થવાની ઘટના સામાન્ય છે. તસ્કરો મોટે ભાગે કીમતી દાગીના કે રોકડ રકમની ચોરી કરે છે, પણ વાશીમાં રવિવારે ચોરીની અજબ ઘટના પોલીસને ચોપડે નોંધાઈ છે. અહીંની એક ક્લબમાંથી કોઈ આખેઆખું બાથટબ ઉપાડી ગયું છે. ચેન્જિંગ રૂમમાં રાખેલું બાથટબ ઊખેડીને કોઈ પલાયન થવાની ફરિયાદ ક્લબના સંચાલકોએ નવી મુંબઈ પોલીસમાં નોંધાવી છે.

પોલીસના જણાવ્યા મુજબ નવી મુંબઈના વાશીમાં આવેલી નવી મુંબઈ સ્પોર્ટ્સ ક્લબના ચેન્જિંગ રૂમમાં બાથટબ બેસાડવામાં આવ્યું હતું. દરરોજ રાત્રે ક્લબ બંધ થયા બાદ આ રૂમની બહારથી કડી મારવામાં આવે છે. રવિવારે સવારે સિક્યૉરિટી ગાર્ડે રૂમનો દરવાજો ખૂલેલો જોયો હતો. અંદર જઈને તપાસ કરતાં બધો સામાન વેરવિખેર પડ્યો હતો અને આખેઆખું બાથટબ કોઈ ઉપાડી ગયું હોવાનું જણાઈ આવ્યું હતું.



ગાર્ડે આ બાબતની જાણ ક્લબના પદાધિકારીને કરતાં તેમણે પોલીસને બોલાવી હતી. શનિવાર રાતથી રવિવાર સવાર દરમ્યાન કોઈએ ક્લબમાંથી બાથટબની ચોરી કરી હોવાની શક્યતા છે. કોઈએ પહેલાં ચેન્જિંગ રૂમની ચકાસણી કરી હશે અને રાતના સમયે ચોરી કરી હોવાની શક્યતા છે. વાશી પોલીસે બાથટબની ચોરીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.


જોકે સવાલ એ છે કે પાંચ ફુટ લાંબું અને ત્રણ ફુટ ઊંડાઈ ધરાવતું બાથટબ સ્પોર્ટ્સ ક્લબની બહાર ગયું કેવી રીતે? આ સવાલનો જવાબ તો ક્લબ અને આસપાસના પરિસરમાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોયાં બાદ જ મળી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2019 10:14 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK