Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 58ની ગર્લફ્રેન્ડ, 55નો બૉયફ્રેન્ડ, બબાલ થતાં મ્હોમાં સુતળી બોમ્બ ફોડ્યો

58ની ગર્લફ્રેન્ડ, 55નો બૉયફ્રેન્ડ, બબાલ થતાં મ્હોમાં સુતળી બોમ્બ ફોડ્યો

16 November, 2020 02:32 PM IST | Mumbai
Samiullah Khan

58ની ગર્લફ્રેન્ડ, 55નો બૉયફ્રેન્ડ, બબાલ થતાં મ્હોમાં સુતળી બોમ્બ ફોડ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કુરાર પોલીસે પંચાવન વર્ષના માણસ સામે પોતાની 58 વર્ષની ગર્લફ્રેન્ડની હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ફરિયાદ નોંધી છે અને ત્યાર બાદ તે માણસે પોતાના મ્હોમાં જ સુતળી બોંબ ફોડીને આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો. અત્યારે તો આ બંન્ને હૉસ્પિટલ ભેગાં છે અને કૂપર હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમને ગંભીર ઇજાઓ થઇ છે. 

આ મહિલા જે 58 વર્ષની છે તે મલાડ ઇસ્ટમાં પુશપાર્ક એરિયામાં પોતાની 80 વર્ષની મા સાથે રહે છે જે કુરાર પોલીસના જ્યુરિસ્ડિક્શનમાં આવતો વિસ્તાર છે. પોલીસના સુત્રો અનુસાર આ મહિલાને બે દીકરીઓ છે તથા એક દીકરો છે જે પોતાના દાદા-દાદી સાથે રહે છે. આ મહિલા અંધેરીની સોસાયટીમાં કૂક તરીકે કામ કરે છે. તે આ ગુનાઇત સાથે સંબંધમાં હતી જેનું નામ સચિન ચૌહાણ છે. સચિન સાથે આ મહિલાને પંદર વર્ષથી સંબંધ હતા અને સચિન ડ્રાઇવિંગનું કામ કરે છે.



સચિન આ મહિલાને ઘરે અવારનવાર જતો જેનાથી તેની માતાને બહુ જ વાંધો હતો અને આ કારણે આ યુગલ વચ્ચે અવારનવાર દલીલો થતી અને ઝગડા થતા. રવિવારે સવારે સાત વાગ્યે ફરી એ બંન્ને જણ વચ્ચે જોરદાર ઝગડો થયો. ઑફિસરે જણાવ્યું કે મહિલા તૈયાર થઇને કામ જઇ રહી હતી અને સચિને તેની પાસે પોતાના કપડાં માગ્યા અને આ મુદ્દેથી ઝગડો થયો. ગુસ્સામાં તેણે ચપ્પુ કાઢીને તેના ગળે તથા મ્હોં પર ઘા કર્યા અને મહિલા પડી ગઇ પછી પુરુષે તેના વાળ પણ કાપી નાખ્યા. આ પછી તેણે પોતાના ખિસ્સામાંથી સુતળી બોમ્બ કાઢ્યો અને પોતાના મ્હોમાં મુકીને ફોડ્યો.


આ દરમિયાન કુરાર પોલીસને જાણ કરાઇ હતી અને ઘનટા સ્થળે બોલાવાયા હતા. કુરાર પોલીસ સ્ટેશનનના સિનિયર ઇન્સ્પેક્ટર બાબા સાહેબ સાળુંકેએ કહ્યું કે બંન્નેની હાલત ક્રિટિકલ છે અને અત્યારે ગુનાઇત સામે આપીસીના વિવિધ સેક્શન્સ હેઠળ ગુના દાખલ કરાયા છે અને તેમની તબિયતને આધારે તેમની સામે બીજી કાર્યવાહી કરાશે. 


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2020 02:32 PM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK