જૉલી જિમખાનામાં યોગ-સાધકોએ કર્યા સામૂહિક સૂર્યનમસ્કાર

Published: 17th December, 2014 06:58 IST

ઘાટકોપરમાં પ્રથમ વાર એકસાથે ઘાટકોપરની અઢારથી વધુ યોગ-સંસ્થાઓએ સાથે મળીને ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત ‘આદિત્યા વંદના’ કરી હતી. રવિવાર ૧૪ ડિસેમ્બરે સવારના સાત વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ યોગ-સાધકોએ ભાગ લીધો હતો.રોહિત પરીખ

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. યોગ સબ-કમિટીના જૉઇન્ટ કન્વીનર જાગૃતિ શાહે બધી જ સંસ્થાઓના સાધકોનું સ્વાગત કર્યું હતું.  યોગ-સાધકોએ આ કાર્યક્રમમાં બ્રેક લીધા વગર ૬૦ વાર સૂર્યનમસ્કાર કર્યા હતા. જિમખાનાના યોગ-ઇન્સ્ટ્રક્ટર અનિલ આશરે સંપૂર્ણ કાર્યક્રમ દરમ્યાન સાધકોને માર્ગદર્શન આપ્યું હતું. મૅનેજિંગ કમિટી મેમ્બર અને યોગ-ઇન્ચાર્જ અરવિંદ શાહે સૌ સાધકોની આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, સેક્રેટરી મુકેશ બદાણી, ટ્રસ્ટી અને ટ્રેઝરર બલવંત સંઘરાજકા, ટ્રેઝરર નલિન મહેતા, ટ્રસ્ટી હરીશ ગાંધી, પ્રવીણ પારેખ, પ્રવીણ પટેલ અને મૅનેજિંગ કમિટી મેમ્બર મથુરાદાસ ભાનુશાલી, નીતિન ઠક્કર અને અરવિંદ શાહે ખાસ હાજરી આપી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK