મુંબઈ : મુલુંડમાં ડૉગ સાથે યુવકે દુષ્કર્મ આચર્યું

Published: 7th November, 2020 10:18 IST | Mehul Jethva | Mumbai

બિલ્ડિંગના વૉચમૅને જોઈ લેતાં યુવકની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુલુંડ-વેસ્ટમાં એક કમર્શિયલ સોસાયટીમાં ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક ડૉગી પર ૩૮ વર્ષના યુવકે દુષ્કર્મ આચર્યું હતું. મુલુંડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે જ્યારે ઘટના બની હતી ત્યારે આરોપીએ નશો કર્યો હતો. આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

મુલુંડ-વેસ્ટમાં ડમ્પિંગ રોડ પર આવેલી ફ્લાઇંગ કલર્સ નામની સોસાયટીના પાર્કિંગ-૧માં મજૂરો માટે રાખેલી રૂમમાંથી ડૉગીનો અવાજ આવતાં સોસાયટીનો વૉચમૅન એ રૂમમાં ગયો હતો ત્યારે શ્વાનનું મોઢું અને પગ દોરી વડે બાંધીને એક યુવક તેની સાથે અશ્લીલ વર્તન કરતો વૉચમૅનની નજરે પડ્યો હતો. ત્યાર બાદ સોસાયટી તરફથી પોલીસને ફરિયાદ કરાતાં પોલીસે ઘટનાસ્થળે આવી આરોપીની ધરપકડ કરી હતી.

ઍનિમલ ઍક્ટિવિસ્ટ બ્રિજ ભાનુશાલીએ જણાવ્યું હતું કે આરોપી સોમનાથ રામદેવ સરોજ સોસાયટીમાં કલરકામ કરે છે. કાલે બપોરે તેણે મદ્યપાન કરી સોસાયટીની મજૂર માટે રખાયેલી રૂમમાં એક ફીમેલ ડૉગીનું મોઢું અને પગ બાંધી તેની સાથે શારીરિક અત્યાચાર કર્યો હતો. શ્વાનની મેડિકલ ટેસ્ટ કરાવી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. હાલમાં શ્વાનની હાલત ગંભીર છે.

મુલુંડ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ કહ્યું હતું કે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૭ અને ઍનિમલ ઍક્ટ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK