Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગૅન્ગ-રેપ અને હત્યાના આરોપીને 24 દિવસમાં કરાઈ ફાંસીની સજા

ગૅન્ગ-રેપ અને હત્યાના આરોપીને 24 દિવસમાં કરાઈ ફાંસીની સજા

05 March, 2020 07:43 AM IST | Mumbai

ગૅન્ગ-રેપ અને હત્યાના આરોપીને 24 દિવસમાં કરાઈ ફાંસીની સજા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બનેલા નિર્ભયા સામૂહિક બળાત્કારના આરોપીઓની ફાંસીની સજા વારંવાર ટાળવામાં આવી રહી છે ત્યારે મુંબઈ નજીકના કલ્યાણ પોલીસની મદદથી પકડાયેલા ગૅન્ગ-રેપ અને હત્યાના આરોપીને ઝારખંડ સેશન્સ કોર્ટે માત્ર ૨૪ દિવસમાં ફાંસીની સજા ફટકારીને બે દિવસ પહેલાં ઝડપી ચુકાદો આપ્યો હતો.

ઝારખંડા દુમકા જિલ્લાના રામગડ પોલીસ-સ્ટેશનની હદમાં પાંચ ફેબ્રુઆરી, ૨૦૨૦ના એક ૬ વર્ષની માસૂમ બાળકી પર સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. બાળકીના એક સંબંધીએ પોતાના મિત્રો સાથે સામૂહિક બળાત્કાર કરીને બાળકીની હત્યા કરી નાખી હતી. બાળકીનો મૃતદેહ હાથ લાગ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.



કેસનો મુખ્ય આરોપી મીઠુ રાય ફરાર થઈ ગયો હતો. તે મુંબઈ તરફ જઈ રહ્યો હોવાની માહિતી દુમકા પોલીસને મળ્યા બાદ તેમણે કલ્યાણ પોલીસનો સંપર્ક કર્યો હતો. મોબાઇલ ટ્રૅકની મદદથી આરોપી ટ્રેનમાં કલ્યાણ પહોંચવાની માહિતી આપી હતી. ટ્રેન ૨૦ મિનિટમાં કલ્યાણ રેલવે-સ્ટેશન પહોંચવાની માહિતી મળ્યા બાદ કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનની ટીમ તાબડતોબ રેલવે-સ્ટેશન પહોંચી હતી. ઝારખંડ પોલીસે આપેલા ફોટોની મદદથી ટ્રેનમાંથી આરોપી મીઠુ રાયને ઝડપી લઈને ૮ ફેબ્રુઆરીએ ઝારખંડ પોલીસને હવાલે કરાયો હતો.


આરોપીની પૂછપરછમાં તેણે પોતાના મિત્રો પંકજ મોહોલી અને અશોક રાય સાથે ૬ વર્ષની કુમળી બાળકીનો સામૂહિક બળાત્કાર કરીને હત્યા કરવાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતાં ૪ દિવસમાં સુનાવણી પૂરી કરીને દુમકા સેશન્સ કોર્ટે આરોપીઓની ધરપકડ કર્યાંના ૨૪ દિવસમાં આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી.

કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર એન. કે. બાનકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુમકા પોલીસ દ્વારા મળેલી માહિતીને આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ધરપકડ કરતાં કોર્ટ ચુકાદો આપવામાં સફળ થઈ હોવાથી ડીસીપી વિવેક પાનસરેસાહેબે એ સમયના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રકાશ લાંડે, ઇન્સ્પેક્ટર સંભાજી જાધવ, સુરીશ ડાંબરે અને દીપક સરોદેનું સન્માન કર્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2020 07:43 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK