Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણમાં દસ મહિલાઓની ચેઇન આચકનારાઓની ધરપકડ કરાઈ

કલ્યાણમાં દસ મહિલાઓની ચેઇન આચકનારાઓની ધરપકડ કરાઈ

22 August, 2019 01:23 PM IST | મુંબઈ

કલ્યાણમાં દસ મહિલાઓની ચેઇન આચકનારાઓની ધરપકડ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણે શહેરના કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં મહિલાઓની ચેઇન આચકવાની સાથે મોટરસાઈકલ ચોરવાના આરોપસર પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસે ચાર લાખની કિંમતના સોનાના દાગીનાની સાથે ત્રણ મોટરસાઈકલ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. ૮ ઑગસ્ટે પોલીસને એક આરોપીની બાતમી મળતાં એને પકડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસના જવાન પર હુમલો કરનાર મુંબ્રાના ટિનેજર્સની ધરપકડ



પોલીસે આંબીવલીમાં રહેતા ૩૦ વર્ષના કાસીમ અફસર ઈરાનીની ધરપકડ કરીને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે ચેઇન આચકવાના ગુના કર્યા હોવાનું કબૂલ્યું હતું. તેણે આ કામ પોતાના સાથી આંબીવલીમાં જ રહેતા ૫૫ વર્ષના ફિરોજ સરવર ઈરાની સાથે મળીને કર્યું હોવાનું કહેતા બે દિવસ પહેલાં એને પણ ઝડપી લેવાયો હતો. આરોપીઓ પાસેથી ૨,૧૬,૦૦૦ રૂપિયાની કિંમતના ૭૨ ગ્રામ વજનના ૭ દાગીના અને ૧,૮૦,૦૦૦ રૂપિયાની કિંમતની ૩ મોટરસાઈકલ જપ્ત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2019 01:23 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK