નાળાના સળિયાને કારણે ટીનેજરનું મોત થતાં કૉન્ટ્રૅકટરની ધરપકડ

Published: Mar 12, 2020, 10:51 IST | Vinod Kumar Menon | Mumbai

કેઇએમ હૉસ્પિટલમાં પાંચમી માર્ચથી વેન્ટિલેટરના સહારે જીવતા રહેલા ૧૫ વર્ષના વિવેકને ગઈ કાલે બપોરે ૩.૩૦ના સુમારે મૃત જાહેર કરાયો હતો.

વિવેક ઘડાસી
વિવેક ઘડાસી

કેઇએમ હૉસ્પિટલમાં પાંચમી માર્ચથી વેન્ટિલેટરના સહારે જીવતા રહેલા ૧૫ વર્ષના વિવેકને ગઈ કાલે બપોરે ૩.૩૦ના સુમારે મૃત જાહેર કરાયો હતો. સ્કૂલેથી પાછો ફરી રહેલો વિવેક તેના ઘરની નજીકમાં આવેલા બાંધકામના સ્થળે પડેલા લોખંડના સળિયાને લીધે સાઇકલ પરથી કાબૂ ગુમાવતાં પડી ગયો હતો તથા તેની ડાબી આંખને ઇજા પહોંચી હતી. વિવેકના પરિવારજનોએ આ દુર્ઘટના માટે બાંધકામના સ્થળે બેરિકેડ્સ ન મૂકવાની કૉન્ટ્રૅક્ટર દ્વારા આચરવામાં આવેલી બેદરકારીને જવાબદાર ગણાવી હતી.

construction 

‘મિડ-ડે’એ ઘટનાનો રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ ઘાટકોપર પોલીસ અને બીએમસી એન વૉર્ડના કર્મચારીઓએ કેસની તપાસ હાથ ધરી હતી. ઘાટકોપર પોલીસ સ્ટેશને વિવેકના કાકા વિનય ઘડાસીનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેમણે એમ જણાવ્યું હતું કે વિવેક કૉમામાંથી બહાર આવ્યો જ નહોતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK