Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



એક થા જ્વેલથીફ...

26 August, 2020 07:26 AM IST | Mumbai
Samiullah Khan

એક થા જ્વેલથીફ...

જોકે સોમવારે તેની મમ્મીએ ઘરેણાં તપાસતાં એ નકલી હોવાની તેમને ખબર પડી ગઈ હતી

જોકે સોમવારે તેની મમ્મીએ ઘરેણાં તપાસતાં એ નકલી હોવાની તેમને ખબર પડી ગઈ હતી


દિંડોશી પોલીસે ઑનલાઇન જુગાર રમવા માટે મમ્મીનાં આભૂષણોની ચોરી કરનાર ૨૩ વર્ષના વિશાલ ક્ષીરસાગરની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા પ્રમાણે વિશાલને હેર-ટ્રાન્સપ્લાન્ટ માટે પૈસાની જરૂર હોવાથી તે ઑનલાઇન જુગાર રમતો હતો અને બધું હારી ગયો હતો એને પગલે આખરે તે મમ્મીનાં ઘરેણાં ચોરવા પ્રેરાયો હતો. એટલું જ નહીં, કોઈને ચોરીની શંકા ન જાય એ માટે તે મમ્મીનાં અદ્દલ ઘરેણાં જેવી ઇમિટેશન જ્વેલરી પણ લાવતો હતો.

જોકે સોમવારે તેની મમ્મીએ ઘરેણાં તપાસતાં એ નકલી હોવાની તેમને ખબર પડી ગઈ હતી અને તેમણે પુત્રને પોલીસના હવાલે કર્યો હતો.



મલાડ-ઈસ્ટની મહેન્દ્ર કૉલોનીમાં માતા-પિતા અને મોટા ભાઈ સાથે રહેતા વિશાલના વાળ ખૂબ ખરવા માંડ્યા હતા. તેણે જુદી-જુદી હેર ટ્રીટમેન્ટ પાછળ તેની બધી જ બચત વાપરી નાખી હતી છતાં કોઈ પરિણામ આવ્યું નહોતું.


દિંડોશીના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘તે ઑનલાઇન જુગારની ઍપ ‘બિગ કૅશ’ના સંપર્કમાં આવ્યો હતો. હેર ટ્રીટમેન્ટ માટે મોટી રકમ જીતી શકે છે એવું લાગતાં વિશાલે મમ્મીના દાગીના ગોરેગામના એક જ્વેલરને વેચીને મળેલા સાડાચાર લાખ રૂપિયા જુગારમાં હારી ગયો હતો.’

આ તરફ એક દિવસ વિશાલની મમ્મીએ ઘરેણાં તપાસતાં એક હાર, બુટ્ટીની જોડી અને બે સોનાના સિક્કા ગાયબ હતાં. વળી, બે હારનું વજન પણ ઓછું લાગતાં તેણે આખા ઘરની તપાસ કરી ત્યારે વિશાલની બૅગમાંથી ગુમ થયેલા હાર જેવો નકલી હાર મળી આવતાં મમ્મીને શંકા ગઈ હતી. વધુ પૂછપરછ કરતાં વિશાલે ચોરીની વાત કબૂલી લીધી હતી. ત્યાર બાદ તેની મમ્મીએ દિંડોશી પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. સોમવારે રાતે વિશાલની ધરપકડ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2020 07:26 AM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK