Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફોન પર સતત વાત કરતી ટીનેજરને પપ્પાએ સળગાવી દીધી

ફોન પર સતત વાત કરતી ટીનેજરને પપ્પાએ સળગાવી દીધી

02 January, 2019 08:47 AM IST |
પ્રીતિ ખુમાણ ઠાકુર

ફોન પર સતત વાત કરતી ટીનેજરને પપ્પાએ સળગાવી દીધી

ગુસ્સાએ ભુલાવ્યું ભાન : વિરાર પોલીસે પકડેલો આરોપી પિતા મોહમ્મદ મન્સૂરી. પપ્પાએ ગુસ્સામાં સળગાવી દીધી હોવાથી દીકરીની હાલત ગંભીર થઈ હતી.

ગુસ્સાએ ભુલાવ્યું ભાન : વિરાર પોલીસે પકડેલો આરોપી પિતા મોહમ્મદ મન્સૂરી. પપ્પાએ ગુસ્સામાં સળગાવી દીધી હોવાથી દીકરીની હાલત ગંભીર થઈ હતી.


આજની યંગ જનરેશનનો મોબાઇલનો ક્રેઝ ખૂબ વધતો જઈ રહ્યો છે. જોકે મોબાઇલના ક્રેઝને કારણે એક પિતાએ તેની ૧૬ વર્ષની દીકરીને જ ગુસ્સામાં સળગાવી દીધી હોવાની શૉકિંગ ઘટના વિરારમાં બની છે. પપ્પાએ તેનો મોબાઇલ તોડી નાખવાની સાથે તેના પર કેરોસીન નાખવા જેવું પગલું ભર્યું હતું. પિતાને શંકા હતી કે તેની દીકરીનું કોઈની સાથે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે.

ટીનેજર ૭૦ ટકા દાઝી ગઈ હોવાથી તેની હાલત ગંભીર છે અને તેને KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે વિરાર પોલીસે ટીનેજરના પપ્પાની ધરપકડ કરી છે.



વિરાર (ઈસ્ટ)માં ગોપચરપાડામાં રહેતો ૩૫ વર્ષનો મોહમ્મદ મુર્તઝા મન્સૂરી મજૂરી કરીને પોતાનો જીવનનર્વિાહ ચલાવે છે. વિરારના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ જયંત બજબાલેએ જણાવ્યું હતું કે ‘આરોપી સોમવારે બપોરે તેની ૧૬ વર્ષની દીકરીને જમવાનું આપવા માટે બોલાવી રહ્યો હતો. એ વખતે ટીનેજર મોબાઇલ પર વાત કરી રહી હતી. ફોન પર વાત કરતાં મોહમ્મદ ગુસ્સે ભરાયો હતો. તેને એમ લાગ્યું કે તેની દીકરી કોઈ છોકરા સાથે વાત કરી રહી છે જેથી તે રોષે ભરાયો હતો.’


ગુસ્સે ભરાયેલા મોહમ્મદે પહેલાં તેના હાથમાંથી ફોન છીનવી લીધો હતો. ત્યાર બાદ ફોન જમીન પર ફેંકીને તોડી નાખ્યો હતો. કૅનમાંથી કેરોસીન લઈને તેની દીકરીના શરીર પર નાખ્યું હતું અને તેને સળગાવી દીધી હતી, જેમાં તે ૭૦ ટકા દાઝી ગઈ હતી. ટીનેજરની મમ્મીનું ધ્યાન જતાં તેણે બૂમાબૂમ કરી મૂકતાં પાડોશીઓ આવી પહોંચ્યા હતા. ટીનેજરને તાત્કાલિક વિરારની સંજીવની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની હાલત ગંભીર હોવાથી તેને KEM હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું ત્યાં સંસદની પ્રતિકૃતિ ધરાવતો થીમ-પાર્ક બનશે


વિરાર પોલીસના કહેવા પ્રમાણે આરોપીની અમે ધરપકડ કરીને ગઈ કાલે વસઈ કોર્ટમાં હાજર કરતાં તેને પોલીસ-કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2019 08:47 AM IST | | પ્રીતિ ખુમાણ ઠાકુર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK