Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: મહિલાવિરોધી ગુનાઓમાં ધરખમ 56 ટકાનો વધારો નોંધાયો

મુંબઈ: મહિલાવિરોધી ગુનાઓમાં ધરખમ 56 ટકાનો વધારો નોંધાયો

18 January, 2020 10:27 AM IST | Navi Mumbai

મુંબઈ: મહિલાવિરોધી ગુનાઓમાં ધરખમ 56 ટકાનો વધારો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાઇબર સિટી તરીકે ઓળખાતી નવી મુંબઈમાં ૨૦૧૯ના વર્ષમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ચોરી, જીવલેણ અકસ્માત જેવા ગુનામાં ઘટાડો થયો છે, પણ મહિલાની છેડતી, છેતરપિંડી અને સાઇબર ગુનાઓમાં નોંધનીય વધારો થયો છે. ગયા વર્ષે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન અને ધાર્મિક-જાતીય વાંધાની એક પણ ઘટના બની નહોતી, એવું પોલીસ કમિશનર સંજયકુમારે જણાવ્યું હતું. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ શાંતિપૂર્વક પાર પાડવામાં નવી મુંબઈ પોલીસને સફળતા મળી હતી.

નવી મુંબઈ પોલીસ કમિશનરની હદમાં ૨૦૧૯માં મહિલા પર થયેલા અત્યાચારમાં કુલ ૬૦૨ ગુનાની નોંધ થઈ હતી, જોકે તેમાં ૫૮૭ ગુના ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી, પણ ૨૦૧૮ની સરખામણીમાં મહિલા પર થયેલા અત્યાચારના ગુનામાં ૫૬ ટકાનો વધારો હોવાનું સંજયકુમારે જણાવ્યું હતું.



આ પણ વાંચો : મુંબઈ : મેટ્રો-વનની ટિકિટ થશે પેપર ક્યુઆર પ્લાસ્ટિકને બદલે કાગળની ટિકિટ


૨૦૧૯માં વિનયભંગના ૨૫૧ કેસમાંથી ૨૩૯ કેસ ઉકેલી લેવામાં પોલીસને સફળતા મળી હતી. આ ગુનામાં પણ ૨૫નો વધારો થયો છે. મહિલાઓની સતામણી કરીને તેઓને આત્મહત્યા કરવામાં પ્રવૃત્ત કરવાના ગુનામાં જોકે ઘટાડો થયો હોવાનું કમિશનરે જણાવ્યું હતું. સાસરિયા તરફથી ત્રાસને કારણે ૨૦૧૮માં ૧૫૦ ગુના નોંધાયા હતા, જ્યારે ૨૦૧૯માં ૧૭૪ ગુના નોંધાયા હોવાને કારણે તેમાં પણ વધારો થયો હોવાનું જણાયું હતું. ૨૦૧૯માં હત્યાના ૫૩ ગુના નોંધાયા હતા જેમાંથી ૪૪ ઉકેલાઈ ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2020 10:27 AM IST | Navi Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK