Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહિલાની હત્યા કરીને બોડી પનવેલ ડેમમાં ફેકી

મહિલાની હત્યા કરીને બોડી પનવેલ ડેમમાં ફેકી

20 September, 2020 06:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહિલાની હત્યા કરીને બોડી પનવેલ ડેમમાં ફેકી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક મહિલાની નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં હત્યા કરીને તેની બોડી પનવેલ ડેમમાં ફેકતા મહારાષ્ટ્રના સતારા જીલ્લાથી ચાર જણથી ધરપકડ કરવામાં આવી છે. 27 વર્ષની આ મહિલાનું શરીર એક સિમેન્ટ બ્લોક સાથે બંધાયેલુ હતું, તે નવી મુંબઈના મોર્બી ડેમમાં 16 સપ્ટેમ્બરે તરતા લોકોનું ધ્યાન ગયુ હતું.

પોલીસે તપાસ કરતા જાણ થઈ કે આ મહિલા પનવેલ ટાઉનશીપમાં આકુર્લી વિલેજમાં પોતાની સાત વર્ષની દિકરી સાથે રહે છે. થોડા વર્ષો પહેલા તેના પતિનું નિધન થયું હતું. તેના પનવેલના કાપ્રોલી વિલેજમાં રહેતા એક 32 વર્ષના પુરુષ સાથે સંબંધ હતા, એમ નવી મુંબઈના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અશોક દુધેએ કહ્યું હતું.



આ માણસે મહિલા પાસેથી ઘણી વખત પૈસા લીધા હતા પરંતુ પાછા આપ્યા નહોતા. આથી બંને વચ્ચે મગજમારી થતી હતી. 15 સપ્ટેમ્બરે આ પુરુષે મહિલાની હત્યા કરી અને બોડીને ડેમમાં ફેકી દઈને પોતે સતારાના કોરેગાવમાં ભાગી ગયો હતો. નવી મુંબઈ પોલીસે સતારા જઈને આ આરોપી અને મહિલાની દિકરીને શોધી કાઢી હતી.  


પૂછપરછમાં જણાયું કે આરોપીએ અન્ય ત્રણ લોકોની મદદ લીધી હતી. મહિલાની દિકરીને ચાઈલ્ડ કૅર સેન્ટરમાં મોકલવામાં આવી છે અને આ કેસમાં આગળ તપાસ હજી ચાલુ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2020 06:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK