મમ્મીના પ્રેમીએ દારૂ માટે પૈસા ન આપ્યા એટલે દીકરાએ હત્યા કરી

Published: Sep 05, 2020, 11:49 IST | Shirish Vaktania | Mumbai

ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના વડાલા પોલીસ-સ્ટેશને ૪૫ વર્ષની માતાના પ્રેમી ચંદ્રકાન્ત સોલંકીની હત્યાના આરોપસર બાવીસ વર્ષના સૂરજ કાંબળેની ધરપકડ કરી હતી.

સૂરજ કાંબળે સાથે પોલીસ
સૂરજ કાંબળે સાથે પોલીસ

ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના વડાલા પોલીસ-સ્ટેશને ૪૫ વર્ષની માતાના પ્રેમી ચંદ્રકાન્ત સોલંકીની હત્યાના આરોપસર બાવીસ વર્ષના સૂરજ કાંબળેની ધરપકડ કરી હતી. સૂરજે ચંદ્રકાન્ત પાસે દારૂ પીવા માટે ૪૦૦ રૂપિયા માગ્યા અને ચંદ્રકાન્તે તેને પૈસા આપ્યા નહોતા એથી રોષે ભરાયેલા સૂરજે ચંદ્રકાન્તને ધારદાર હથિયાર વડે તેની હત્યા કરી હતી. ત્રીજી સપ્ટેમ્બરે રાતે માહિમ અને કિંગ્સ સર્કલ વચ્ચે આ ઘટના બની હતી.

સૂરજ ચંદ્રકાન્ત પાસે ગયો ત્યારે ખૂબ નશામાં હતો. સૂરજે તેની પાસે દારૂ પીવા માટે પૈસા માગ્યા ત્યારે છંછેડાયેલા સૂરજે ધારદાર શસ્ત્ર વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. સૂરજ બીજા દિવસે ચંદ્રકાન્તની તબિયતની જાણકારી મેળવવા સાયન હૉસ્પિટલ ગયો ત્યારે ચંદ્રકાન્ત મૃત્યુ પામ્યો હોવાનું જાણ્યું હતું. એ જાણકારી મળતાંની સાથે સૂરજ મોબાઇલ ફોન બંધ કરીને રફુચક્કર થઈ ગયો હતો.

ચંદ્રકાન્ત ઘરે ન આવ્યો ત્યારે સૂરજ કાંબળેની માતાએ તેના મોબાઇલ પર સંપર્ક સાધવાના પ્રયાસ વારંવાર કર્યા હતા, પરંતુ ચંદ્રકાન્તો ફોન ન ઊપડ્યો ત્યારે સૂરજની માતાએ ચંદ્રકાન્તની શોધખોળ શરૂ કરી હતી. ઘણા વખતની શોધખોળ પછી માહિમ અને કિંગ્સ સર્કલ રેલવે-સ્ટેશન વચ્ચે લોહીથી તરબોળ હાલતમાં ચંદ્રકાન્તનો મૃતદેહ મળ્યો હતો. જીઆરપીના વડાલા પોલીસ-સ્ટેશને શાહૂ નગર પોલીસ-સ્ટેશનના સહયોગથી આરોપી સૂરજની માહિમથી ધરપકડ કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK