મુંબઈ : આઇપીએલની મૅચ પર સટ્ટો : બેની અરેસ્ટ

Published: 5th October, 2020 10:03 IST | Mumbai Correspondent | Mumbai

મોબાઈલમાં બે વેબસાઇટના માધ્યમથી દુકાનમાં બેસીને બૅટિંગ લેતા હોવાનો આરોપ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મીરા ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ અસ્તિત્વમાં આવ્યા બાદ શનિવારે આઇપીએલ મૅચમાં ઑનલાઈન સટ્ટો લેવાના આરોપસર બે બુકીની ધરપકડ કરાઈ હતી. આરોપીઓ એક દુકાનમાં બેસીને મોબાઇલમાં બે વેબસાઇટના માધ્યમથી સટ્ટો લેતા હોવાની માહિતી મળ્યા બાદ નવઘર પોલીસે કાર્યવાહી કરીને તેમની પાસેથી ચાર મોબાઇલ અને કેટલાક સીમ કાર્ડ જપ્ત કરાયા હતા.

મળેલી માહિતીને આધારે નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંપતરાવ પાટીલના નિર્દેશથી ભાઈંદર (પૂર્વ)માં નવઘર રોડ પર આવેલા સાંઈબાબા નગર વિસ્તારની એક દુકાનમાં બેસીને બે યુવક કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અબુધાબીમાં રમાયેલી આઇપીએલની મૅચ પર ક્રિકેટનો સટ્ટો લેવાના આરોપસર બે બુકીની ધરપકડ કરાઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ બેટ ૩૬૫ અને ટેનએક્સસીએચ નામની વેબસાઇટના સોફ્ટવેર પોતાના મોબાઇલમાં ઇન્સ્ટોલ કર્યાં હતા, જેના માધ્યમથી તેઓ ક્રિકેટ મૅચનો સટ્ટો લેતા હતા. તેમની પાસેથી ચાર સ્માર્ટ ફોન અને કેટલાક સીમકાર્ડ જપ્ત કરાયા હતા.

આરોપીઓ સામે ઇન્ડિયન ટેલિગ્રાફ ઍક્ટ ૧૯૮૫ અને મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઑફ ગૅમ્બલિંગ ઍક્ટ ૧૯૮૭ હેઠળ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરાઈ હતી. આરોપીઓના સાથીઓ પલાયન થઈ ગયા હોવાથી તેમને પકડવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK