સેરિબ્રલ પાલ્સી હોવા છતાં પણ આ ગુજરાતીએ IIM-લખનઉમાં મેળવ્યું ઍડમિશન

Published: Sep 09, 2020, 12:33 IST | Urvi Shah Mestry | Mumbai

દહિસરમાં રહેતા ૨૧ વર્ષના યશ ગાંધીએ સેરિબ્રલ પાલ્સી હોવા છતાંય હિંમત હાર્યા વગર હાર્ડવર્ક કરીને ૨૦૧૯માં CATની પરીક્ષા આપી અને એમાં તે ૯૨.૫૨ ટકા લાવ્યો અને હવે લખનઉ-આઇઆઇએમનો વિદ્યાર્થી યશ કોવિડ-19 દરમ્યાના ઘરે ઑનલાઇન સ્ટડી કરી રહ્યો છે.

યશ ગાંધી
યશ ગાંધી

દહિસરમાં રહેતા ૨૧ વર્ષના યશ ગાંધીએ સેરિબ્રલ પાલ્સી હોવા છતાંય હિંમત હાર્યા વગર હાર્ડવર્ક કરીને ૨૦૧૯માં CATની પરીક્ષા આપી અને એમાં તે ૯૨.૫૨ ટકા લાવ્યો અને હવે લખનઉ-આઇઆઇએમનો વિદ્યાર્થી યશ કોવિડ-19 દરમ્યાના ઘરે ઑનલાઇન સ્ટડી કરી રહ્યો છે. આઇઆઇએમમાં ઍડ્મિશન લેવાનું મારું સપનું પૂરું થયું છે એમ કહેતાં યશ ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મેં ૨૦૧૮થી જ CAT માટે તૈયારી શરૂ કરી દીધી હતી. જ્યારે હું કૉલેજના બીજા વર્ષમાં હતો ત્યારે ડબલ ડિગ્રી લેવાનો મારો ગોલ હતો એટલે કૉલેજના અભ્યાસની સાથે CATની પણ તૈયારી કરવી થોડી મુશ્કેલ હતી, પણ નામુમકિન નહોતી. CATનું ગણિત બહુ હાર્ડ હોય છે, એથી મારાથી હૅન્ડલ થતું નહોતું. એક વખત તો મને છોડી દેવાનો વિચાર પણ આવ્યો હતો. CAT પાસ કર્યા પછી મને કોઝિકોડ અને ઇન્દોર વગેરે આઇઆઇએમમાંથી મને ઇન્ટરવ્યુ માટે કૉલ આવ્યા હતા, પરતુ મેં લખનઉને પસંદ કર્યું હતું અને ૨૦૨૦-’૨૨ના દિવ્યાંગ ક્વૉટામાં આઇઆઇએમ-લખનઉમાં ઍડ્મિશન લીધું હતું. યશની મમ્મી જિજ્ઞાસા ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમને અમારા દીકરા પર ગર્વ છે. તે જન્મથી જ બરાબર ચાલી, બેસી કે ઊઠી શકતો નથી છતાં હિંમત હાર્યા વગર સખત મહેનત કરીને તેણે પોતાનું સપનું પૂરું કર્યું છે. યસને બધાએ મોટિવેટ કર્યું હતું અને તેણે પણ દિવસ-રાત મહેનત કરી હતી અને તેની મહેનત રંગ પણ લાવી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK