મેક્સિકોની રહેવાસી ૨૩ વર્ષની અન્ના કૉર્ટેજને થોડા સમય પહેલાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. જોકે તેનો દાવો છે કે કોરોના સંક્રમણને કારણે તેના દૂધનો રંગ લીલો થઈ ગયો હતો. સામાન્ય રીતે બ્રેસ્ટ-મિલ્કનો રંગ ઑફવાઇટ જેવો હોય છે, પણ તેને લક્ષણો દેખાવાના શરૂ થયાં એના એક-બે દિવસ પહેલાંથી જ તેના બ્રેસ્ટ-મિલ્કનો રંગ લીલાશપડતો થઈ ગયો હતો. જોકે તેનો ચેપ દૂર થઈ ગયો અને સ્વસ્થ થઈ ગઈ એ પછી ફરી દૂધનો રંગ સામાન્ય થઈ ગયો હતો. એવી સંભાવના જતાવાઈ રહી છે કે તેના શરીરમાં રહેલા સંક્રમણ સાથે લડીને બાળકનું રક્ષણ કરતાં કુદરતી ઍન્ટિ-બૉડીઝને કારણે આમ થયું હોઈ શકે છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે માતાના આહારની પણ એના મિલ્કના રંગ પર અસર થતી હોય છે.
કેરલામાં મળી આવી દેડકાની પાંચ નવી પ્રજાતિ
5th March, 2021 07:33 ISTશર્ટ-પૅન્ટ પહેરી હાથીભાઈ ક્યાં ચાલ્યા?
5th March, 2021 07:32 ISTલગ્નના ફેરા ફરતી વખતે નવદંપતી નાચ્યું અને ઇન્ટરનેટ પર થયો વિવાદ
5th March, 2021 07:32 ISTકૅનેડાના આ સરદારજીએ રસી મળ્યાની ખુશીમાં થીજેલા તળાવ પર ભાંગડા કર્યો
5th March, 2021 07:32 IST