રૂ. ૫૦૦૦ માં મમ્મીએ ૧૦ વર્ષની પુત્રીને સેક્સ-રૅકેટિયરને વેચી દીધી

Published: 27th November, 2014 03:25 IST

પુણેની રહેવાસી માતાએ પોતાની પુત્રી ૧૦ વર્ષની હતી ત્યારે તેને વેશ્યાવ્યવસાયમાં ધકેલી પોતાની બહેનપણીને વેચી દીધી હતી. હાલમાં આ કિશોરીની વય ૧૫ વર્ષની છે. પોલીસે માતા અને વેશ્યાવ્યવસાય ચલાવતી તેની બહેનપણીની ધરપકડ કરી કિશોરીને ઉગારી લીધી છે.
પોલીસના જણાવ્યા મુજબ વેશ્યાવ્યવસાય ચલાવતી આરોપી સલમા શેખ મલાડના માલવણી વિસ્તારમાં સેક્સ રૅકેટ ચલાવતી હતી. સલમા અને કિશોરીની માતા બહેનપણીઓ છે.  પાંચ વર્ષ પહેલાં કિશોરીની માતા પણ માલવણીમાં રહેતી હતી, ત્યારે માત્ર ૫૦૦૦ રૂપિયામાં સલમાને પોતાની પુત્રી વેચી પુણે જતી રહી હતી. કિશોરીની માતાએ દર મહિને ૨૦,૦૦૦ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. અને નિયમિતપણે મહિનામાં એક વાર મુંબઈ આવી સલમા પાસેથી નાણાં વસૂલતી હતી.

કિશોરીની માતાએ છૂટાછેડા લીધા છે અને તે પુણેમાં એક બારમાં કામ કરે છે. પોલીસે બન્ને મહિલાઓને કોર્ટમાં રજૂ કરી હતી અને કોર્ટે તેમને પોલીસ-કસ્ટડી આપી છે. 

ગયા અઠવાડિયે એક ગ્રાહકે સલમાના અડ્ડાની મુલાકાત લીધી હતી ત્યાં તેણે આ કિશોરીને જોઈ હતી અને તેણે પોલીસને આ બાબતે જાણ કરી હતી. પોલીસે નકલી ગ્રાહક મોકલી એ વિશે ખાતરી કરી હતી, કિશોરીને સલમાએ નકલી ગ્રાહકને ૫૦૦૦ રૂપિયામાં વેચી હતી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK