તેલંગણમાં કૉન્ગ્રેસને લાગશે ઝટકો: મોહમ્મદ અઝહરુદ્દીન ટીઆરએસમાં સામેલ થાય એવી શક્યતા

Published: 30th September, 2019 13:15 IST | હૈદરાબાદ

ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન ટૂંક સમયમાં નવી ઇનિંગની શરૂઆત કરી શકે છે.

મોહમ્મદ અઝહરુદ્દીન
મોહમ્મદ અઝહરુદ્દીન

ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન ટૂંક સમયમાં નવી ઇનિંગની શરૂઆત કરી શકે છે. સૂત્રોના મતે અઝહરુદ્દીન કૉન્ગ્રેસ છોડીને ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)માં સામેલ થઈ શકે છે. સૂત્રોના મતે અઝહરુદ્દીન ટીઆરએસ અને તેના કાર્યકારી અધ્યક્ષના ટી. રામારાવની મદદથી હૈદરાબાદ ક્રિકેટ અસોસિયેશનના અધ્યક્ષ બન્યા છે. અઝહરુદ્દીને તેલંગણાના મુખ્ય પ્રધાનને મળવાનો સમય માગ્યો છે.

મોહમ્મદ અઝહરુદ્દીન આ મહિને ૨૭ સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ ક્રિકેટ સંઘના અધ્યક્ષ બન્યા હતા. ભૂતપૂર્વ કૅપ્ટને ચૂંટણીમાં ૧૪૭-૭૩ની લીડ સાથે જીત હાંસલ કરી છે. એચસીના અધ્યક્ષ બનવા પર ટી. રામારાવે અઝહરને અભિનંદન આપ્યા હતા. રામારાવે ટ્વીટ કરી કહ્યું કે એચસીએ અધ્યક્ષ અઝહરના નેતૃત્વમાં હૈદરાબાદ ક્રિકેટ અસોસિયેશનના નવા ચૂંટાયેલા અધિકારીઓને અભિનંદન. હૈદરાબાદ ક્રિકેટને ફરીથી જીવંત કરવા માટે સરકાર તરફથી તમામ પ્રકારનું સમર્થન આપવાનું વચન આપ્યું છે. ગ્રામીણ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે તેઓએ જિલ્લા ક્રિકેટ સંઘોનું સમર્થન કરવાની વિનંતી કરી હતી.

કૉન્ગ્રેસે લોકસભા ચૂંટણી અગાઉ અઝહરુદ્દીનને પાર્ટીના તેલંગણા એકમના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK