મોદીનું ફિજીની સંસદમાં સંબોધન,ત્રણ કરારો પર થયા હસ્તાક્ષર

Published: Nov 19, 2014, 11:08 IST

ઈન્દિરા ગાંધી બાદ મોદી એવા પહેલા વડાપ્રધાન છે જેમણે 33 વર્ષ પછી ફિજીની મુલાકાત લીધી,ફિજીના નાગરિકોને ભારતમાં વિઝા ઓન અરાઈવલની મળશે સુવિધા


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દસ દિવસીય વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં ઓસ્ટ્રેલિયાથી ફિજી ગયા હતા.જ્યાં તેમણે સાંસદોને સંબોધીત કર્યા હતા.આ સંબોધન સાથે જ મોદી વિશ્વના એવા પહેલા આંતરરાષ્ટ્રીય નેતા બન્યા જેમણે ફિજીની સંસદને સંબોધિત કર્યુ.પોતાના સંબોધનમાં મોદીએ ફિજીને ભારત તરફથી 70 મિલિયન ડોલરની મદદની જાહેરાત પણ કરી.


મોદીએ ફિજીના ગાંમોના વિકાસ માટે 50 લાખ ડોલરની જાહેરાત કરી છે.તેમણે ફિજીના નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની પણ ઘોષણા કરી.પીએમ મોદીએ કહ્યુ કે અમે ભારત અને ફિજી વચ્ચેના વ્યવહારોમાં સરળતા ઈચ્છીએ છીએ.ફિજીના લોકોને આવતાની સાથે જ વિઝા અટેલે કે વિઝા ઓન અરાઈવલની સુવિધા આપવામાં આવશે.પીએમએ ફિજીને વિજળની ભેટ પણ આપી.મોદીએ કહ્યુ કે ભારત ફિજીમાં ઉર્જા સંયંત્ર લગાવવા માટે 7 કરોડ યૂએસ ડોલરની મદદ આપશે.પીએમે કહ્યુ કે ભારત માટે ફઇજી હંમેશા વિશેષ સ્થળ બની રહ્યુ છે.મોદીએ ફિજી સમકક્ષ બૈનીમરામા સાથે દ્રિપક્ષીય વાતચીત કરી,ત્યારબાદ બંને દેશો વચ્ચે ત્રણ મુદ્દા પર કરાર કરવામાં આવ્યા.

સંસદને સંબોધીત કરતા મોદીએ કહ્યુ કે હુ ફિજીને સફળ ચૂંટણી માટે શુભકામના પાઠવુ છુ.ફિજી અને ભારત વચ્ચેની એક સમાનતા એ છે કે બંને દેશોની સંસદમાં મહિલા સ્પિકર છે.લોકતંત્ર ફિજી અને ભારતને જોડશે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે ઈતિહાસમાં પણ ભારત અને ફિજી વચ્ચેનો જોડાણ છે અને આ જ કારણ છે અહીં મોટી સંખ્યામાં ભારતીયો છે.બંને દેશોએ વેપાર અને રોકાણની સાથે વિઝા પ્રક્રિયાને પણ સરળ બનાવવી જોઈએ.લગભગ 8,49,000ની આબાદી વાળા દેશ ફિજીમાં આશરે 37 ટકા લોકો ભારતીય મૂળના છે.

આ પહેલા ફિજીના અલ્બર્ટ પાર્કમાં પીએમ મોદીનું પાંરપારિક રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે હજારોની સંખ્યામાં હાજર લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.મોદી પણ ઉમળકાભેર સામાન્ય લોકોને મળ્યા હતા.મોદી ફિજીની મુલાકાત સમયે શાળાના બાળકોને પણ મળ્યાં હતા.મોદીના ફિજી પ્રવાસની ખાસ વાત એ છે કે 33 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન અહીંની મુલાકાતે આવ્યા.વર્ષ 1981માં ઈંદિરા ગાંધી ફિજી ગયા હતા.ત્યારબાદ મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે,જે આ દેશની મુલાકાતે ગયા.મોદીએ કહ્યુ કે જે પરંપરા શરૂ થઈ છે તે હવે જારી રહેશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK