દૂધમાં ભેળસેળ છે કે નહીં? હવે ઘેરબેઠાં જાણી શકશો

Published: 24th December, 2011 03:00 IST

આજે નૅશનલ કન્ઝ્યુમર ડે છે અને કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટને ૨૫ વર્ષ પૂરાં થયાં હોવાનું ધ્યાનમાં રાખીને મુંબઈની કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઑફ ઇન્ડિયાએ કસ્ટમરોમાં જાગરૂકતા લાવવા માટે એક નવા પ્રોજેક્ટની શરૂઆત કરી છે.અંકિતા શાહ

આઝાદ મેદાન, તા. ૨૪
ગ્રાહકો છેતરાય નહીં એ માટે અને દૂધમાં થતી ભેળસેળ અટકાવવા તેમણે નવો પ્રોજેક્ટ શરૂ કયોર્ છે, જેમાં ગ્રાહકો પોતે પચાસ રૂપિયાની કિટ ખરીદીને દૂધનું ટેસ્ટિંગ ઘરે બેસીને કરી શકશે. જો તેમણે એ ન કરવું હોય તો તેઓ કન્ઝ્યુમર સોસાયટીના ટોલ-ફ્રી નંબર પર ફોન કરીને ફરિયાદ કરી શકે છે, જેથી તેઓ દૂધનું સૅમ્પલ એ જગ્યાએથી લઈ ટેસ્ટિંગ કરી કાર્યવાહી કરાવી શકે.

મિલ્ક ટેસ્ટિંગ કિટના પચાસ રૂપિયા થશે એમ જણાવીને કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઑફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ડૉ. એમ. એસ. કામતે કહ્યું હતું કે ‘ગ્રાહકો પોતે ઘરે દૂધ ભેળસેળવાળું કે નહીં એની ચકાસણી કરી શકશે. આ કિટમાં અમુક કેમિકલ્સ છે અને સાથે એક લેટરમાં ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે. લેટરમાં આપેલી ઇન્સ્ટ્રક્શન મુજબ જો ટેસ્ટિંગ કરશે તો તમને પોતાને ખ્યાલ આવી જશે કે તેમના ઘરે જે દૂધ આવે છે એ ભેળસેળવાળું છે કે નહીં.’

જો ટેસ્ટિંગ બાદ દૂધ ભેળસેળવાળું હોવાનો રિપોર્ટ આવ્યો હોય તો કસ્ટમરો પોતે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ)માં જઈને ફરિયાદ કરી શકે છે અથવા તો કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઑફ ઇન્ડિયાની મદદથી એફડીએમાં ફરિયાદ કરી શકશે. આ ઉપરાંત ગ્રાહકો ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૨૨૨ ૨૬૨  પર ફોન કરીને ફરિયાદ કરી શકશે.નવા પ્રોજેક્ટ હેઠળ સોસાયટી દૂધનું સૅમ્પલ લઈને એનું કૉલેજોની લૅબમાં ટેસ્ટિંગ કરાવશે અને ચકાસશે કે એ પીવાલાયક છે કે નહીં.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK