આવતા વર્ષે Internet Explorer ની વિદાય, સોશ્યલ મીડિયા પર મિમ્સની ભરમાર

Published: 21st August, 2020 18:58 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

17 ઓગસ્ટ 2021થી માઈક્રોસોફ્ટ Internet Explorer 11ને સપોર્ટ કરવાનું બંધ કરશે

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

માઈક્રોસોફ્ટ (Microsoft) આવતા વર્ષની 17મી ઓગસ્ટથી Internet Explorer 11ને સપોર્ટ કરવાનું બંધ કરવાની જાહેરાત કરી છે. જોકે માઈક્રોસોફ્ટ માટે આ ગંભીર બાબત ઉપર ઈન્ટરનેટમાં મિમ્સ ફરી રહ્યા છે.

માઈક્રોસોફ્ટે કહ્યું કે, આ વર્ષની 30 નવેમ્બરથી માઈક્રોસોફ્ટ ટીમ્સ વેબ એપ Internet Explorer 11ને સપોર્ટ નહીં કરે અને બાકીની માઈક્રોસોફ્ટ 365 એપ્સમાં ઓગસ્ટ 2021થી Internet Explorer 11 સપોર્ટ નહીં થશે.

કંપનીએ જણાવ્યું કે, નવા બ્રાઉઝર્સ જેવા કે ન્યુ માઈક્રોસોફ્ટ એજથી શ્રેષ્ઠ ઓનલાઈન અનુભવ મળતો હોવાથી અમે Internet Explorer11ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમ જ 9 માર્ચ, 2021થી માઈક્રોસોફ્ટ એજ લેગસી ડેસ્કટોપ એપ માટે પણ સપોર્ટ બંધ કરશે. માઈક્રોસોફ્ટે 25 વર્ષ પછી Internet Explorerને બંધ કર્યું, પણ સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહેલા મિમ્સે Internet Explorerને ફરી જીવંત કર્યું છે.

એક ટ્વીટમાં સ્મશાનનો ફોટો છે અને તેમાં Internet Explorerનો ઉલ્લેખ છે. આ યુઝરે લખ્યું કે, Internet Explorerને ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે.

અન્ય એક યુઝરે કહ્યું કે, આ સારા સમાચાર છે. આખરે મને Internet Explorer અને તેના બગ્સ નહીં દેખાય.

ભારતીય નાગરિકોની ક્રિયેટિવીટીને પણ સલામ કરવી પડે. એક યુઝરે અક્ષય કુમારની એક ફિલ્મનું મિમ લીધુ છે, જેમાં અક્ષય કુમાર કહે છે કે ‘બેટ એક ઝમાના હુઆ કરતા થા જબ હમ બ્રાઉઝર હુઆ કરતે થે.’ જોકે આ યુઝરે અક્ષય કુમારનો ફોટો હટાવીને Internet Explorerનો લોગો મૂક્યો છે.

એક યુઝરે કહ્યું કે, Internet Explorer અત્યારે કહેતો હશે કે, ‘અચ્છા ચલતા હુ દુઆઓ મે યાદ રખના’

અન્ય એક યુઝરે કહ્યું કે, તું બેસ્ટ ક્રોમ ડાઉનલોડર હતો જેનો મે ઉપયોગ કર્યો છે.

આવા પ્રકારના ઘણા મિમ્સ ઈન્ટરનેટમાં ફરી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK