Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ છે પાકિસ્તાનનો ચાર્લી ચૅપ્લિન, પેશાવરની ગલીઓમાં સૌને હસાવે છે

આ છે પાકિસ્તાનનો ચાર્લી ચૅપ્લિન, પેશાવરની ગલીઓમાં સૌને હસાવે છે

14 February, 2021 09:21 AM IST | Peshawar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ છે પાકિસ્તાનનો ચાર્લી ચૅપ્લિન, પેશાવરની ગલીઓમાં સૌને હસાવે છે

આ છે પાકિસ્તાનનો ચાર્લી ચૅપ્લિન, પેશાવરની ગલીઓમાં સૌને હસાવે છે


કૉમેડીની વાત આવે એટલે સૌ પહેલા દિમાગમાં કૉમેડીના બાદશાહ મનાતા ચાર્લી ચૅપ્લિનનું જ નામ આવે. એના જેવો અભિનેતા આજ સુધી થયો નથી અને કદાચ  થશે પણ નહીં એવું કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી.

પાકિસ્તાનના પેશાવરનો ૩૨ વર્ષનો અભિનેતા ઉસ્માન ખાન પેશાવરના રસ્તા પર ચાર્લી ચૅપ્લિનની ‘ધ ટ્રેમ્પ’ ફિલ્મના પાત્રની આબેહૂબ નકલ કરીને રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયો છે. બીમારીમાં ચાર્લી ચૅપ્લિનની ફિલ્મો જોયા બાદ ઉસ્માન ખાને મહામારીને કારણે તણાવગ્રસ્ત લોકોની મદદ કરવા આ કીમિયો અજમાવવાનો નિર્ણય લીધો હતો. તે પેશાવરની ગલીઓમાં ચાર્લી ચૅપ્લિન જેવા લુકમાં જાતજાતનાં ગતકડાં કરતો હોય એવી તસવીરો અને વિડિયો પોતાના ટિક-ટૉક પેજ પર શૅર કરતો રહે છે. અત્યાર સુધીમાં તેના ૮,૫૦,૦૦૦ જેટલા ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. તે રસ્તા પર પરફોર્મ કરતા હોય ત્યારે પણ તેમના ફોલોઅર્સ તેની સાથે સૅલ્ફી ખેંચી લે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2021 09:21 AM IST | Peshawar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK