Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા રોડની મૅરિગોલ્ડ સોસાયટી મૂળભૂત જરૂરિયાતોથી પણ વંચિત

મીરા રોડની મૅરિગોલ્ડ સોસાયટી મૂળભૂત જરૂરિયાતોથી પણ વંચિત

29 September, 2011 07:49 PM IST |

મીરા રોડની મૅરિગોલ્ડ સોસાયટી મૂળભૂત જરૂરિયાતોથી પણ વંચિત

મીરા રોડની મૅરિગોલ્ડ સોસાયટી મૂળભૂત જરૂરિયાતોથી પણ વંચિત


સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે અમારી સોસાયટી બધા જ પ્રકારના ટૅક્સ અને કાયદા તેમ જ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખીને પાલન કરે છે એમ છતાંય અમારી સોસાયટીને મહkવની તેમ જ બેઝિક ફૅસિલિટી પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવતી નથી. સુધરાઈના આવા ભેદભાવપૂર્ણ વ્યવહારથી રોષ્ો ભરાયેલા નાગરિકો આંદોલન કરવાનું વિચારી રહ્યા છે.


આ સંદર્ભે મૅરિગોલ્ડ સોસાયટીએ કેટલીયે વાર ફરિયાદો કરી હોવા છતાં પ્રશાસન તરફથી તેમને કોઈ પણ પ્રકારનો જવાબ મYયો નહોતો. એક વાર સોસાયટીએ કંટાળીને પોતાના ખર્ચે ડસ્ટબિન પણ બનાવી, પણ પાલિકાએ આ ડસ્ટબિન ગેરકાયદેસર હોવાનું જણાવ્યું હતું.



 


મૅરિગોલ્ડ સોસાયટીના આસપાસના રસ્તાની હાલત આવી થઈ હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતાં નથી.


 



રસ્તા પર ઈલેક્ટ્રિક પોલ છે પણ એના પર લાઇટ લાગતી નથી.

 


મૅરિગોલ્ડ સોસાયટીની બહાર જ રસ્તા પર આવી રીતે કચરો વેરવિખેર પડ્યો છે.

 

મૅરિગોલ્ડ સોસાયટીની કેટલીક સમસ્યાઓ

  • મૅરીગોલ્ડ સોસાયટીની બહારનો તેમ જ આજુબાજુનો રસ્તો, બાજુમાં આવેલી આરબીકે સ્કૂલનો રસ્તો વગેરે રસ્તા પર ફક્ત ખાડા જ જોવા મળે છે. આવા રસ્તા પરથી વાહનો ચલાવવાં ભારે મુશ્કેલ બને છે. જ્યારે અહીં રહેતા તેમ જ આજુબાજુના પરિસરવાળા લોકો જ રસ્તા પરથી બરાબર ચાલી શકતા ન હોય તો વાહનોની શી હાલત થતી હશે?

 

  • સોસાયટીની પાછળની બાજુએ આવેલી સ્કૂલની બસ પણ અહીંથી પસાર થતી હોવાથી તેમને પણ ઘણી તકલીફ થતી હોય છે. સોસાયટીની બહાર નાનાં બાળકો પહેલાં ક્રિકેટ રમતાં હતાં, પણ રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે કે બાળકોએ ત્યાં રમવાનું પણ બંધ કરી દીધું છે.

 

  • સોસાયટીની આસપાસ સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી. અમુક લાઇટના થાંભલા છે તો એમાં લાઇટ જ નથી જેના કારણે સોસાયટીમાં ને એની આસપાસના પરિસરમાં ચોરી થવાનો ભય રહેવાસીઓેને રહ્યા કરે છે. સવારે સ્કૂલે જતાં બાળકો અંધારામાં ખાડાવાળા રસ્તા પરથી સ્કૂલે જતાં હોય છે.

 

  • સોસાયટીની આસપાસ રહેલી ગટરો પણ ખુલ્લી પડી છે. ઉપરાંત વરસાદમાં વૉટર લૉગિંગની સમસ્યા ખૂૂબ જ હોય છે. ઉલ્લેખનીય છે કે ૩ વર્ષ પહેલાં સોસાયટીની આજુબાજુ આવેલી ગટરોના કામ માટે આસપાસ રહેલાં વૃક્ષોને કાપવામાં આવ્યાં હતાં. વૃક્ષો તો કપાઈ ગયાં પણ હજી સુધી આ ગટરોનું કામ પૂÊરું કરવામાં આવ્યું નથી. વૉટર લૉગિંગની સમસ્યાને કારણે આસપાસ રહેતા રહેવાસીઓ ગંભીર બીમારીઓનો ભોગ બની શકે છે એવું રહેવાસીઓનું કહેવું છે.

 

  • આ ઉપરાંત સોસાયટીની આજુબાજુ કચરાની પણ ભારે સમસ્યા જોવા મળે છે. અહીં કચરો ૩થી ૪ દિવસ સુધી એમ ને એમ પડ્યો રહે છે જેથી રસ્તા પર રહેતા કૂતરા એ ખાય છે અને આખા રસ્તા પર કચરો પ્રસરે છે. એના કારણે પણ બીમારીઓ વધી શકે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમભર્યું છે.

 

Whatsapp-channel Whatsapp-channel

29 September, 2011 07:49 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK