બૉમ્બે હાઈ કોર્ટ ને IITના સમારંભોમાં હાજરી આપવા વડા પ્રધાનનું મુંબઈમાં

Published: 18th August, 2012 06:15 IST

આજે યોજાનારા બૉમ્બે હાઈ કોર્ટનાં દોઢસો વર્ષની ઉજવણીના પૂર્ણાહુતિ સમારંભના મુખ્ય અતિથિ તરીકે તેમ જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) બૉમ્બેના કૉન્વોકેશન સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધન કરવા માટે વડા પ્રધાન મનમોહન સિંહ ગઈ કાલે મુંબઈ આવી પહોંચ્યા હતા.

pm-bomby-high-courtનૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સમાં યોજાનારા હાઈ કૉર્ટના સમારંભમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા એસ. એચ. કાપડિયા, મહારાષ્ટ્રના ગવર્નર એસ. શંકરનારાયણન, મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, યુનિયન લૉ મિનિસ્ટર સલમાન ખુરશીદ, ઍટર્ની જનરલ જી. ઈ. વહાણવટી, ગોવાના ગવર્નર બી. વી. વાન્ચુ તથા ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરીકર પણ હાજર રહેશે.

 

ત્યાર પછી વડા પ્રધાન આઇઆઇટી-બૉમ્બેમાં યોજાનારા ગોલ્ડન જ્યુબિલી કૉન્વોકેશનને પણ સંબોધિત કરશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના ગવર્નર કે. શંકરનારાયણન, મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ તથા યુનિયન હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ (એચઆરડી) મિનિસ્ટર કપિલ સિબલ પણ હાજર રહેશે. જાણીતા ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીને આ પ્રસંગે સન્માનાર્થે ડૉક્ટર ઑફ સાયન્સની ડિગ્રી પણ અર્પણ કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK