Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળમાં બીજેપી ૩૦ બેઠક જીતી બતાવે

પશ્ચિમ બંગાળમાં બીજેપી ૩૦ બેઠક જીતી બતાવે

30 December, 2020 03:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પશ્ચિમ બંગાળમાં બીજેપી ૩૦ બેઠક જીતી બતાવે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મંગળવારે  ટીએમસીનાં પ્રમુખ મમતા બૅનરજીએ પદયાત્રા કાઢી અને પછી રૅલીને સંબોધી હતી. મમતાએ અહીં બીજેપીને ચૅલેન્જ આપી છે કે ‘તમે ૩૦ સીટો જીતીને બતાવો અને પછી ૨૯૪નું સપનું જુઓ. હવે બીજેપીવાળા દર અઠવાડિયે આવે છે. ફાઇવસ્ટારનું ભોજન જમે છે અને એવું બતાવે છે જાણે આદિવાસીઓ સાથે જમે છે. અમે ૩૬૫ દિવસ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની સાથે છીએ, પરંતુ બીજેપી દરરોજ ખોટો વિડિયો બનાવીને સમાજને વહેંચવાનું કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે રૅલીને સંબોધિત કરતાં પહેલાં મમતા બૅનરજીએ લગભગ પાંચ કિલોમીટર લાંબી પદયાત્રા કાઢી હતી, જેમાં હજારો લોકોએ ભાગ લીધો. આ સ્થાન પર કેટલાક સમય પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ રોડ-શો કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2020 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK