મલેશિયન ઍક્ટર દંપતીએ ઝુમ્મરની ડિઝાઇનવાળી કેક કાપીને મહેમાનોને ખુશ કર્યા

Published: Feb 28, 2020, 16:06 IST | Mumbai Desk

ક્વાલા લમ્પુરની ફેમસ લીલી ઍન્ડ લોલા કેક શૉપમાંથી ઝુમ્મરના આકારની કેક કાપવામાં આવી ત્યારે એને નિહાળવામાં જ ઘણા ખુશખુશાલ થઈ ગયા હતા.

મલેશિયાના ઍક્ટર્સ ઝાહીરા મૅકવિલ્સન અને ઐમાન હકીમ રેઝદાનાં લગ્ન ૨૦ ફેબ્રુઆરીએ ભપકાથી પાર પડ્યાં. સોશ્યલ મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ન્યુઝ વેબસાઇટ્સ પર એ લગ્નની ઘણી ચર્ચા હોય એ સ્વાભાવિક છે, પરંતુ લગ્નનાં અનેક આકર્ષણોમાં એક તેમની વેડિંગ કેકનું આકર્ષણ હતું. ક્વાલા લમ્પુરની ફેમસ લીલી ઍન્ડ લોલા કેક શૉપમાંથી ઝુમ્મરના આકારની કેક કાપવામાં આવી ત્યારે એને નિહાળવામાં જ ઘણા ખુશખુશાલ થઈ ગયા હતા. લીલી ઍન્ડ લોલા શૉપના માલિકોમાંથી એક લીલી ઓસ્માનિયા અને તેની બહેન આલ્યાએ ઘણા વખતથી ઝુમ્મર એટલે કે શેન્ડેલિયર કેક બનાવવાનું વિચાર્યું હતું, પરંતુ એને માટે ઉચિત અવસરની રાહ જોતાં હતાં. ઐમાન અને ઝાહીરાનાં લગ્નને યોગ્ય અવસર માનીને તેમણે દેખાવમાં અને સ્વાદમાં મજેદાર કેક બનાવીને આપતાં યજમાન મહેમાન અને દુકાન ત્રણેય ખુશ થઈ ગયાં હતાં. કેકની કિંમત ૧૦,૦૦૦ રિન્ગિટ (અંદાજે ૧.૭૨ લાખ રૂપિયા) હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK