Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ક્યાંક હાડ થીજવતી ઠંડી, ક્યાંક બાળી નાખતી ગરમી, વધુ બગડશે પરિસ્થિતિ

ક્યાંક હાડ થીજવતી ઠંડી, ક્યાંક બાળી નાખતી ગરમી, વધુ બગડશે પરિસ્થિતિ

31 January, 2019 02:39 PM IST | વોશિંગ્ટન

ક્યાંક હાડ થીજવતી ઠંડી, ક્યાંક બાળી નાખતી ગરમી, વધુ બગડશે પરિસ્થિતિ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. દુનિયાના અલગ-અલગ હિસ્સાઓમાં હવામાનમાં વધી રહેલા ફેરફારથી હવામાન વિજ્ઞાનીઓ ચિંતામાં છે. ક્યાંક ઠંડી રેકોર્ડ તોડી રહી છે તો ક્યાંક બાળી નાખતી ગરમી છે.

શિકાગોમાં હવામાન અધિકારીઓએ લોકોને ચેતવ્યા છે કે ભૂલથી પણ બહારના હવામાનના સંપર્કમાં ન આવો. ત્યાં તાપમાન શૂન્યથી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ચાલ્યુ ગયું છે. પાંચ મિનિટ પણ જો કોઈ આ ઠંડીના સંપર્કમાં રહ્યું તો જે અંગ ઠંડીની ઝપટમાં હશે તે હિમદાહનો શિકાર થઈ જશે. હિમદાહ તે સ્થિતિને કહેવામાં આવે છે, જ્યારે ઠંડીના કારણે શરીરના કોઈ હિસ્સાના ટિશ્યુ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ સ્થિતિમાં નાસૂર પણ બની શકે છે. તે અંગ કાપવું પણ પડી શકે છે.



જ્યારે બીજી બાજુ, બરાબર આ જ સમયે ઓસ્ટ્રેલિયામાં તાપમાન ઉકળાટભર્યું છે. અહીંયા તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જંગલો બળી રહ્યા છે. વધતા તાપમાનને કારણે એસી પણ ફેઇલ થઈ રહ્યા છે. એસીના વધી રહેલા ઉપયોગને કારણે વીજળીનો વપરાશ એટલો વધી ગયો કે ગ્રિડ ફેઈલ થઈ ગઈ. વીજળી બચાવવા માટે ટ્રેઇન અને ટ્રામનું સંચાલન રોકવામાં આવી રહ્યું છે. મજૂર યુનિયનના નેતાઓનું કહેવું છે કે બહુ વઘુ ગરમ હવામાન હોવાને કારણે કંપનીમાં કામકાજ બંધ રાખવાનો કાયદો લાવવામાં આવે.


વિકટ થઈ રહી છે પરિસ્થિતિ

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ હવામાનની દ્રષ્ટિએ 'અતિ' વાળી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ વિકટ થતી જઈ રહી છે. હવામાન જ્યાં પણ અને જેવું પણ છે, પોતાના ચરમ પર છે. યુનિવર્સિટી ઑફ ઇદાહોની એસોસિયેટ પ્રોફેસર ક્રિસ્ટલ એ. કોલ્ડેને કહ્યું, 'વાત ઠંડીની થપાટોની હોય, જંગલમાં લાગેલી આગની કે તોફાનની હોય, આપણે એ માનીને ચાલવું પડશે કે અત્યાર સુધી જે પણ જોવામાં આવ્યું છે, સ્થિતિ તેનાથી પણ વધુ વિકટ થવાની છે.'


બરબાદીના ઘણા ઉદાહરણ

ગયા વર્ષે નોર્વેથી અલ્જીરિયા સુધી ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા. ઓસ્ટ્રેલિયાના કેટલાક હિસ્સાઓમાં દુકાળ એટલા લાંબા સમય સુધી ચાલ્યો કે કેટલાંક બાળકોએ વરસાદ કદાચ જોયો જ નહીં હોય. આ જ હાલત કેલિફોર્નિયામાં પણ રહી. ગયા વર્ષે અહીંયા સૌથી ભીષણ જંગલની આગ લાગી. સ્થિતિ એ થઈ ગઈ કે રાજ્યની સૌથી મોટી કંપની પેસિફિક ગેસ એન્ડ ઇલેક્ટ્રિકને ગયા અઠવાડિયે નાદારીની અરજી કરવી પડી.

આ પણ વાંચો: US: સ્વામીનારાયણ મંદિરમાં થઈ તોડફોડ, હિંદુ સમુદાયમાં નારાજગી

શું છે ક્લાઈમેટ ચેન્જ (જળવાયુ પરિવર્તન)?

ભયાનક ઠંડી અને ભયાનક ગરમીની આ સ્થિતિ ઘણા સવાલો ઊભા કરી રહી છે. લોકોનું કહેવું છે કે આ સ્થિતિનો જળવાયુ પરિવર્તન સાથે કોઈ સંબંધ છે કે નહીં? જળવાયુ પરિવર્તનની ચર્ચામાં પહેલા ધરતીના ગરમ થવાની અને વૈશ્વિક તાપમાન વધવાની વાત થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાન ચરમસીમાએ હોય છે. ભયાનક ઠંડી અને તોફાનની પાછળ પણ જળવાયુ પરિવર્તન જ મુખ્ય કારણ છે. વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિના કારણે હવામાન ચક્રમાં ફેરફાર થઈ રહ્યા છે. આ જ ફેરફાર તાપમાનને ચરમ પર લઈ જવાનું કારણ બને છે, પછી તે ઠંડી હોય કે ગરમી.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2019 02:39 PM IST | વોશિંગ્ટન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK