આજે મતદાન રવિવારે ફેંસલો : વિધાનભવન માટેની રેસમાં કોણ મારશે બાજી?

Published: 15th October, 2014 02:20 IST

રાજકીય પક્ષો અને મતદારો બધા અસમંજસમાં, પંચકોણીય જંગમાં કોણ બહુમતી મેળવશે એ કળવું મુશ્કેલ


Electionમહારાષ્ટ્રની ૨૮૮ વિધાનસભા સીટો માટે આજે મતદાન થશે અને ત્રણ દિવસ બાદ રવિવારે મતગણતરી થશે એમાં કોણ સરકાર બનાવશે એ કહેવું એટલા માટે મુશ્કેલ બની રહ્યું છે કે આ વખતે પાંચ મુખ્ય પક્ષો એકલા ચૂંટણી લડી રહ્યા છે. શિવસેના અને BJPની યુતિ તૂટી છે ત્યારે ૧૫ વર્ષથી રાજ્યમાં સત્તાધારી કૉન્ગ્રેસ અને NCPની આઘાડી પણ તૂટી છે. રાજ ઠાકરેની MNS પણ ચૂંટણીજંગમાં છે એથી મોટા ભાગની સીટો પર પંચકોણીય મુકાબલો છે; જ્યારે ક્યાંક ચતુષ્કોણીય હરીફાઈ છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં શિવસેના અને BJPની યુતિ હતી જેના લીધે ૨૪ સીટ પર લડીને BJPએ ૨૩માં વિજય મેળવ્યો હતો જ્યારે શિવસેનાએ પણ ૨૩ સીટોમાંથી ૧૮ સીટો મેળવી હતી. કૉન્ગ્રેસને સમ ખાવા પૂરતી બે અને શરદ પવારની NCPને ચાર સીટો પર વિજય મળ્યો હતો. હાતકણંગલે સીટ પર ખેડૂત નેતા રાજુ શેટ્ટી શિવસેના અને BJPની મદદથી જીત્યા હતા.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે આખા રાજ્યમાં ભગવી યુતિ છવાઈ હતી. લોકસભાની ૪૮ સીટોમાં આશરે ૧૭૫થી વધારે વિધાનસભા મતવિસ્તારોમાં BJPને કૉન્ગ્રેસ કે NCPના ઉમેદવાર કરતાં સરસાઈ મળી હતી અને એથી જો શિવસેના અને BJPની યુતિ રહી હોત તો એમણે લોકસભાની ચૂંટણીના પરિણામના આધારે આશરે ૧૮૦થી વધારે સીટો પર જીત મેળવી હોત.

લોકસભાની સ્થિતિ અલગ હતી કારણ કે શિવસેના અને BJPની યુતિ તથા કૉન્ગ્રેસ અને NCPની આઘાડી હતી, પણ આ વખતે સૌ પોતપોતાના દમ પર લડે છે એથી મતદારોનો ઝોક કોના ભણી રહેશે એ કહેવું મુશ્કેલ છે.

૨૮૮

કુલ સીટ

૪૧૧૯

કુલ ઉમેદવાર

૩૮૪૩

પુરુષ ઉમેદવાર

૨૭૬

મહિલા ઉમેદવાર

૯૧,૩૭૬

મતદાનમથકો

૮,૩૫,૩૮,૧૧૪

કુલ મતદારો

૪,૪૦,૨૬,૪૦૧

પુરુષ મતદાતા

૩,૯૩,૬૩,૦૧૧

મહિલા મતદાતા

૨૦૦૯માં ૨૮૮માંથી કોને કેટલી સીટો મળી?

પાર્ટી

લડ્યા

જીત્યા

કૉન્ગ્રેસ

૧૭૦

૮૨

NCP

૧૧૩

૬૨

BJP

૧૧૯

૪૬

શિવસેના

૧૬૦

૪૪

MNS

૧૪૩

૧૩

અન્ય પક્ષોને ૧૭ અને અપક્ષોને ૨૪ સીટ મળેલી

 


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK