Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat IMA: ડૉક્ટરોનો આયુર્વેદિક સર્જરીની 'મિક્સોપથી' સામે આકરો વિરોધ

Gujarat IMA: ડૉક્ટરોનો આયુર્વેદિક સર્જરીની 'મિક્સોપથી' સામે આકરો વિરોધ

Published : 08 December, 2020 08:27 PM | IST | Ahmedabad
PTI

Gujarat IMA: ડૉક્ટરોનો આયુર્વેદિક સર્જરીની 'મિક્સોપથી' સામે આકરો વિરોધ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના ગુજરાત ચેપ્ટરના સભ્યોએ મંગળાવારે સરકારની એ જાહેરાત પર વિરોધ નોંધાવ્યો જે અંતર્ગત આયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ સર્જિકલ પ્રોસિજર્સનો અભ્યાસ અને પ્રેક્ટિસ કરી શકશે તેવી વાત રજૂ થઇ છે.

IMA ગુજરાત ચેપ્ટરે રાષ્ટ્ર વ્યાપી વિરોધના જવાબમાં ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદારને આવેદન પત્રો આપ્યા અને સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસીન (CCIM)નું નોટિફિકેશન પાછું ખેંચવા માગ કરી. વળી તેમણે નિતી આયોગની તમામ સમિતિને ખારીજ કરવા કહ્યું જેને કારણે મેડિસિનની અલગ અલગ શાખાઓને એક કરવાની તજવીજ થઇ રહી છે.



ગુજરાત IMAમાં કૂલ 28,000 સભ્યો છે જેમાંથી 9000 તો અમદાવાદમાં જ છે. આ તમામે આ વિરોધમાં ભાગ લીધો હતો તેમ પીટીઆઇને IMAના સેક્રેટરી કમલેશ સૈનીએ જણાવ્યું.


IMAએ 11 ડિસેમ્બરે પણ પ્રતીકાત્મક હડતાળની જાહેરાત કરી છે જ્યારે નોન ઇમર્જન્સી અને નોન-COVID-19 સેવાઓ બાર કલાક માટે બંધ કરી દેવાશે.

ડૉક્ટર્સ CCIMની એ જાહેરાતને પાછી ખેંચવા કહી રહ્યા છે જે અંતર્ગત હવે આયુર્વેદ પ્રેક્ટિસ કરનારાઓ સર્જરી કરી શકે તેવી વાત કરાઇ છે. વળી નીતિ આયોગની ચાર કમિટીઓ પાછી ખેંચવાની અરજ પણ કરાઇ છે કારણકે આ કમિટીઓ મેડિસિનની બધી શાખાઓને એક કરવા માગે છે. IMA કહે છે કે આવું થશે તો એલોપેથી કે નેચરોપથી જેવી શાખાને બદલે મિક્સોપથી જ રહી જશે.


આવેદનમાં લખાયું હતું કે IMAની માંગ છે કે ઑફ ઇન્ડિયન મેડિસીન (CCIM)નું નોટિફિકેશન પાછું ખેંચવામાં આવે અને  નિતી આયોગની તમામ સમિતિને ખારીજ કરવી જે  મેડિસિનની અલગ અલગ શાખાઓને એક કરવાની તજવીજ કરી રહી છે.

IMA પોતાની આ લડત અને વિરોધને વધુ ઉગ્ર બનાવશે, તેઓ આમ ત્યા ંસુધી કરશે જ્યાં સુધી મિક્સોપથીના અમલીકરણને ટાળવા અંગે પગલાં નહીં લેવાય.

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2020 08:27 PM IST | Ahmedabad | PTI

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK