એનડીએના ભારત બંધની મુંબઈમાં ઓછી અસર

Published: 20th September, 2012 05:28 IST

રિટલ એફડીઆઈના વિરોધરૂપે એનડીએ દ્વારા જાહેર કરાયેલા ભારત બંધને મુંબઈમાં ખાસ સપોર્ટ મળ્યો હોય તેમ જણાતું ન હતું. જો કે શિવસેના અને મનસે દ્વારા આ બંધને સપોર્ટ નહીં કરવાના નિર્ણયને પગલે બંધની અસર નહીવત્ દેખાઈ રહી છે.Bandh poster, Mumbai mallરિટેલમાં એફડીઆઈનો વિરોધ દર્શાવવા ગોપીનાથ મુંડે સહિત અન્ય નેતાઓ અને બીજેપીના કાર્યકરો આજે મંત્રાલય સુધી માર્ચ કરશે. તેમ છતાં શિવસેના અને મનસે માને છે કે યુથવર્ગને નવી જોબ અને તક મળશે તેથી  રિટેલ એફડીઆઈ પ્રત્યે નરમ વલણ દર્શાવીને બીજેપીના આ બંધને સપોર્ટ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે બંને પાર્ટીએ બંધને સપોર્ટ નહીં કરવાનો મુખ્ય નિર્ણય ગણેશ મહોત્સવ હોવાનું બતાવ્યું હતું.

જ્યારે બંધની વાત કરીએ તો સવારથી જ મુંબઈમાં લગભગ દૈનિક પ્રક્રિયાઓ રાબેતા મુજબ જ જણાતી હતી. ટ્રેનો અને દુકાનો તેમ જ ઓફિસો પણ ચાલુ રહી હતી.

જો કે ભારતના અન્ય શહેરોમાં બંધની અસર જોવા મળી હતી જેમાં પટનામાં કેટલીક જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી હતી તેમ જ દિલ્હીમાં પીએમનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યકારોએ સ્ટોર્સને જબરદસ્તી બંધ કરવાની ફરજ પાડી હતી.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK