Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આનંદમ પરમ સુખમ - (લાઈફ કા ફન્ડા)

આનંદમ પરમ સુખમ - (લાઈફ કા ફન્ડા)

18 February, 2019 11:28 AM IST |
હેતા ભૂષણ

આનંદમ પરમ સુખમ - (લાઈફ કા ફન્ડા)

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લાઇફ કા ફન્ડા

એક સાહિત્યપ્રેમી ગ્રુપ દર મહિનાના પહેલા શનિવારે મળે, સાહિત્યની વાતો કરે. પછી એક વિષય નક્કી કરે અને આવતી બેઠકમાં બધા એ વિષય પર પોતાના વિચારો લખીને લાવે અને રજૂ કરે. આ વખતની બેઠકમાં માઇક્રોફિક્શનની વાત થઈ. બને એટલા ઓછા શબ્દોમાં પોતાની વાત ચોટદાર રીતે કહેવી. આવતા વખતનો વિષય નક્કી થયો આનંદમ પરમ સુખમ. બધાએ આ વિષય પર ઓછામાં ઓછા શબ્દોમાં સમજાવવું.



એક મહિનો વીતી ગયો અને સાહિત્યપ્રેમી ગ્રુપની બેઠકમાં આજે આનંદમ પરમ સુખમ પર બધાએ પોતાના વિચારો રજૂ કરવાનું શરૂ કર્યું. આનંદમ પરમ સુખમ એટલે?


એક આધેડ ઉંમરના કાકા બોલ્યા, ઘરે પહોંચું તો ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા. એટલે આનંદમ પરમ સુખમ. એક યુવાન બોલ્યો, કંઈ વાંધો નહીં, બીજી નોકરી મળી જશે કહેતો. પત્નીને હિંમત આપતો અવાજ એટલે આનંદમ પરમ સુખમ. એક પિતાએ કહ્યું, કંઈ જ કહ્યા વિના બધું સમજી જતું સંતાન એટલે આનંદમ પરમ સુખમ.

એક ભાઈએ કહ્યું, રોજ ઈશ્વર સમક્ષ કોઈ માગણી વિનાની પ્રાર્થના એટલે આનંદમ પરમ સુખમ. એક કાકીએ કહ્યું, રોજ જમતી વખતે આ પ્રભુકૃપા જ છે એનો અહેસાસ એટલે આનંદમ પરમ સુખમ. એક કાકા બોલ્યા, વહેલી સવારે મૉર્નિંગ વૉક પર પાછળથી ધબ્બો મારી... અલ્યા રસીક્યા, કહી વર્ષો પછી મળનાર જૂનો મિત્ર એટલે આનંદમ પરમ સુખમ.


એક દાદા બોલ્યા, પૌત્રના સ્વરૂપમાં મળી જતો એક નવો મિત્ર એટલે આનંદમ પરમ સુખમ. બીજા કાકાએ કહ્યું, સાસરેગયેલી દીકરીની ખોટ પૂરી દેતી વહુનો મીઠો રણકો એટલે આનંદમ પરમ સુખમ. એક યુવતી બોલી, ઑફિસેથી ઘરે પહોંચતાં સાસુમાએ આપેલો પાણીનો ગ્લાસ એટલે આનંદમ પરમ સુખમ.

આ પણ વાંચો : ત્રણ શિક્ષક - (લાઈફ કા ફન્ડા)

એક મહિલાએ કહ્યું, થાકી ગયાં હોઈએ ત્યારે વહાલથી પતિનું કહેવું કોઈ એક વસ્તુ બનાવ ચાલશે એટલે આનંદમ પરમ સુખમ. એક ભાઈએ કહ્યું, પથારીમાં પડતાંવેંત આંખ ક્યારે મીંચાઈ જાય એ ખબર પણ ન પડે એટલે આનંદમ પરમ સુખમ. આ બધાં આનંદમ પરમ સુખમની વાતોમાં ક્યાંય પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય ચીજો નથી એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે આનંદમ પરમ સુખમની ક્ષણો તમારી પાસે છે એ તપાસી ઈશ્વરનો આભાર ચોક્કસ માનજો.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2019 11:28 AM IST | | હેતા ભૂષણ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK