Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ‘ક્રિશ’ ફિલ્મનો સટ્ટો બંધ!

‘ક્રિશ’ ફિલ્મનો સટ્ટો બંધ!

10 May, 2020 09:50 PM IST | Mumbai Desk
Vivek Agarwal

‘ક્રિશ’ ફિલ્મનો સટ્ટો બંધ!

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દાઉદની ધમકી મળે તો લોકો શું કરે છે.

આ પણ કોઈ સવાલ છે?
એ જ કરે છે, જે દાઉદ ઇચ્છે છે.
તો શું લાખો-કરોડો રૂપિયાનું સટ્ટાબજાર પણ દાઉદનો ફોન આવતાં તેણે જણાવ્યા પ્રમાણે કામ કરે છે.
જવાબ છે – બિલકુલ.
જૂન ૨૦૦૬માં રાકેશ રોશનની બહુચર્ચિત ફિલ્મ ‘ક્રિશ’ પર સટ્ટો ખેલવાની કાગડોળે રાહ જોઈ રહેલા સટ્ટાબાજોને એ સમયે ભારે ધક્કો લાગ્યો, જ્યારે મુંબઈ અન્ડરવર્લ્ડના બેતાજ બાદશાહ દાઉદે ફતવો જારી કર્યો કે આ ફિલ્મ પર સટ્ટો ખેલવાની હિંમત કોઈ ન કરે. આ સાંભળીને તમામ બુકીઓ અને પન્ટરો દંગ રહી ગયા.
કોઈને એ ન સમજાયું કે આ શું થઈ ગયું? આખરે દાઉદભાઈને આ ફિલ્મ સાથે શું સંબંધ છે કે સટ્ટાને અટકાવી દીધો?
બજારમાં ઘણા સમયથી હૃતિક રોશન, પ્રિયંકા ચોપડા, પ્રીતિ ઝિન્ટા, નસરુદ્દીન શાહ જેવા સ્ટાર્સ ધરાવતી ‘ક્રિશ’ પર સટ્ટાની તૈયારી ચાલી રહી હતી. ફિલ્મને લઈને સમગ્ર ફિલ્મઉદ્યોગ જ નહીં, બલકે દર્શકોમાં પણ ઘણા સમયથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
ફિલ્મના સટોડિયાઓનું કહેવું હતું કે મોટા બજેટની એક ફિલ્મ પર ૨૫૦થી ૩૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો લાગે છે. ‘ક્રિશ’ ફિલ્મ પર સટ્ટો ન રમવાના ડી-કંપનીના ફરમાનથી સટોડિયાઓમાં ખળભળાટ મચી ગયો. નિરાશાનું મોજું ફેલાઈ ગયું. સૌ જાણે છે કે કલકત્તા, ગુવાહાટી અને જયપુરના બુકીઓ ફિલ્મો પર સટ્ટો રમે છે.
પણ આ વખતે તો ગજબ થઈ ગયો. જે બુકીઓ ફિલ્મનો સટ્ટો ખેલે છે એ સૌને ‘ક્રિશ’ પર સટ્ટો ન રમવા માટે અલગ-અલગ રીતે ડી-કંપનીમાંથી ધમકી મળી. આ ફરમાનની અવગણના કરનારને સખત સજા કરવામાં આવશે. એ જાણ્યા પછી એક પણ બુકીએ સટ્ટો રમવાનો પ્રયત્ન જ ન કર્યો.
તમને જણાવી દઈએ કે આ ફતવાના ત્રણ મહિના પહેલાં છોટા શકીલે આમિર ખાનની ફિલ્મ ‘રંગ દે બસંતી’ માટે પણ આવી જ ધમકી ડી-કંપની વતી આપી હતી અને ત્યારે પણ સટોડિયાઓની હાલત ખરાબ થઈ ગઈ હતી.
તો શું થયું?
થોડા પૈસા માટે કોણ મોત વહાલું કરે?
ગોરેગામ લિન્ક રોડ પર હોટેલ પિકાસોમાં બેઠેલા બુકીએ શરાબનો મોટો ઘૂંટ ભરતાં કહ્યું, ‘કૌન ભાઈલોગ સે પંગા લેગા. જુઆ હૈ, ફિર કર લેંગે. શિર સલામત તો પગડી હઝાર.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2020 09:50 PM IST | Mumbai Desk | Vivek Agarwal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK