અમિત શાહની જન્મકુંડળી શું કહે છે?

Apr 04, 2019, 09:09 IST

૨૩ એપ્રિલ સુધી તો બધું સમુંસૂતરું પણ પછી મુશ્કેલ સમયની આગાહી, કારણ કે ગુરુ ૨૩ એપ્રિલથી વક્રી થઈને પાછો વૃ્શ્ચિક રાશિમાં જાય છે અને ત્યારથી અને રાહુની ખરાબ અસરો થઈ જશે

અમિત શાહની જન્મકુંડળી શું કહે છે?
અમિત શાહ (ફાઈલ ફોટો)

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જન્મકુંડળીનો અભ્યાસ કરીએ તો જે જન્મતારીખ મળી છે એ મુજબ તારીખ ૨૨-૧૦-૧૯૬૪ના દિવસે બપોરે ૧૨ વાગ્યે માણસા મુકામે તેમનો જન્મ થયેલો. ધન લગ્નની કુંડળીમાં પ્રથમ ભાવમાં કેતુ છે જે અગ્નિતત્વની ધન રાશિમાં જેના પર કોઈ બીજા ગ્રહનો પ્રભાવ નથી માટે હંમેશાં તેમને અતૃપ્ત રાખે અને સંઘર્ષ બાદ હકારાત્મક પરિણામો આપે. લગ્નેશ ગુરુ છઠ્ઠા ભાવમાં શુક્રના ઘરમાં બેઠેલો હોવાથી શત્રુ હંમેશાં ઊભા થાય, પણ ગુરુ હોવાને કારણે તેમને વિજય મળે. ભાગ્ય ભુવનમાં સિંહસ્થ શુક્ર, લાભ સ્થાનમાં બેઠેલા સૂર્ય સાથે પરિવર્તન જે તેમને રાજકારણ, કૂટનીતિ, આંટીઘૂંટી જેવા વિષયોમાં નિષ્ણાત બનાવે છે. સાથે સ્વાહગ્રહી શનિની શુક્ર સાથે અરસપરસની સાતમી દ્રષ્ટિ તેમને કલાકારી, વાક્ચાતુર્ય, ર્દીઘ સૂઝબૂજ આપે. નીચના મંગળની ચોથી દ્રષ્ટિ નીચના સૂર્ય ઉપર, સાતમી દ્રષ્ટિ વાણી સ્થાન પર અને આઠમી વિશેષ દ્રષ્ટિ શનિ પર છે જે સાહસનું સ્થાન છે. આ ગ્રહો તેમને કોઈ પણ હદે લડી લેવાની શક્તિ આપે અને મંગળનું અને સૂર્યનું નીચ રાશિમાં રહેવું તેમને રાજકીય કાવાદાવામાં સંડોવણી તેમ જ મોટાં ષડ્યંત્રોમાં ફસાવાના યોગોનું નર્મિાણ પણ બતાવે છે. જાહેર જીવન ભુવનમાં બેઠેલો રાહુ આવી વ્યક્તિને અતિ મહત્વાકાંક્ષી બનાવે. સૂર્ય-બુધની યુતિનું મેષના અãગ્નતત્વના ચંદ્ર પર પ્રતિયુતિ તેમ જ ચંદ્ર પર શનિની દ્રષ્ટિ વ્યક્તિને સતત નવા-નવા વિચારો આપે. સાથે વિપરીત પરિસ્થિતિમાં આ ગ્રહો તેમને કંઈક અલગ જ નર્ણિયો લેવડાવે જે એ પરિસ્થિતિમાં આંધળું સાહસ કહેવાય જે શનિ કરાવે. એકંદરે આ કુંડળી વ્યક્તિને હારવા ન દે અને કોઈ પણ પરિસ્થિતિમાં લડી લેવાના ગુણધર્મને કારણે તેમને બચાવે.

જ્યોતિષ આચાર્ય યકીન જાનીના કહેવા મુજબ હાલ ભારતમાં ૨૦૧૯માં લોક્સભાનું ઇલેક્શન છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી અમિતભાઈ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી છે ત્યારે અત્યારના ગોચરના ગ્રહનો અમિતભાઈને ૨૯ માર્ચ પછી જ્યારે ગુરુ ધન રાશિમાં ભ્રમણ કરશે ત્યારે ગુરુને અક્ટકવર્ગ પ્રમાણે ૮ બિંદુ મળે છે અને જન્મકુંડળી પ્રમાણે ૩૨ બિંદુ મળે છે જે તેમના માટે ખૂબ સારી બાબત છે જે તેમને તેમણે લીધેલા નર્ણિયોમાં જબરદસ્ત ફાયદો કરાવશે. ગોચરમાં લગ્નમાં શનિ-કેતુની યુતિ થાય છે. હવે શનિના ભીનાક્ટકવર્ગ પ્રમાણે બીજા અને ત્રીજા ભાવમાં પાંચ બિંદુ બતાવે છે જે બતાવે છે કે વાણી દ્વારા, સાહસ કરીને અને કૌટુંબિક મતમતાંતરને પણ સૂઝબૂજથી સુલઝાવી લેવાશે.

જાહેર જીવનમાં ગોચરમાં ચાલી રહેલો મિથુન રાશિનો રાહુ જે તેમના જન્મના રાહુ ઉપરથી પસાર થઈ રહ્યો છે જેને અક્ટકવર્ગ પ્રમાણે માત્ર ચાર બિન્દુ જ મળે છે એ સારી વાત નથી, પણ ગોચરના ધન રાશિના ગુરુની દ્રષ્ટિથી રાહુની નકારાત્મક અસરો દૂર થાય છે જે સારી વાત છે.

રાહુનું મિથુન રાશિમાં જાહેર જીવન સ્થાનમાં આવવું તેમને સામ, દામ, દંડ અને ભેદ આ ચારેય પરિબળો અનુકરણમાં લાવવાં પડે એેવા યોગો રચાય છે. સૌથી મોટી વાત એ કે મહાદશા અધિપતિનાથ ૨૦૩૧ સુધી ગુરુ છે. ગુરુની મહાદશામાં શનિની અંતરદશા અને એમાં શુક્રની પ્રત્યંતર ૧૯-૦૫-૨૦૧૯ સુધી માટે ૨૯-૦૩-૨૦૧૯થી ૨૩-૦૪-૨૦૧૯ સુધી કોઈ પણ વાંધો આવે એવું દેખાતું નથી. જોકે જેવો ગુરુ ૨૩-૦૪-૨૦૧૯થી વક્રી થઈને પાછો વૃશ્ચિકક રાશિમાં જશે ત્યારથી રાહુની ખરાબ અસરો ચાલુ થાય.

સાતમા ભાવમાં અતિ મહત્વકાંક્ષી રાહુ જ તેમને આ સ્થાને લાવ્યો છે અને આ જ રાહુએ તેમને મોટા વિવાદોમાં ફસાવ્યા છે. આવા જ ગ્રહો આજથી ૧૮ વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૧-’૦૨નો સમય ગોધરાકાંડ વખતનો સમય બતાવે છે અને તેમણે ગુજરાત છોડીને જવું પડ્યું હતું. એ સમયે ગુરુનો પ્રભાવ રાહુ પર ન હોવાથી તેમને એ સમય દરમ્યાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં આવા જ ગ્રહો ચાલી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં અમિત શાહનો મેગા રોડ શો, જુઓ તસવીરો

૧૯-૦૫-૨૦૧૯થી ૨૦-૧૧-૨૦૧૯ સુધીનો સમય ર્કોટ-કચેરી, સ્વાસ્થ્યનો પ્રશ્ન, પેટના રોગો તેમ જ જાહેર જીવનમાં આક્ષેપો વધે. દરેક રીતે આ સમય શાંતિથી સૂઝબૂજથી ઉશ્કેરાયા વગર પસાર કરવામાં આવે તો હિતાવહ રહેશે. આ સમય દરમ્યાન શંકર ભગવાનના મંત્રોની આરાધના અથવા ૐકાર મંત્ર દ્વારા ૨૧ પ્રાણાયામ કરવામાં આવે તો આ સમય સારી રીતે પસાર કરી શકાશે.

જોકે હાલના સમયમાં ગોચરના રાહુ પર ગુરુનો પ્રભાવ એ પણ જાહેર જીવન સ્થાન, પૂવર્‍પુણ્ય સ્થાન અને ભાગ્ય સ્થાનમાં મજબૂત ફાયદો કરાવશે. અમિતભાઈ જેનો પણ હાથ પકડશે તેની રાજકીય કરીઅર બની જશે. પોતાના મનની વાતોને લોકો સુધી પહોંચાડવામાં રાહુ મદદ કરશે. અમિતભાઈ ૨૩ એપ્રિલ સુધી પારસમણિની જેમ સાબિત થશે. જેને પણ પકડશે તેને ફાયદો થશે. અચાનક પબ્લિકનાં મનને તેમની તરફ વાળવામાં તે સફળ થશે. સાથે ભારતીય જનતા પાર્ટીની કુંડળીમાં પણ ગુરુ અને સૂર્યના પરિવર્તન યોગના કારણે તેમની રૅલીઓથી અને સભાઓથી લોકોનાં મન જીતીને ભારતીય જનતા પાર્ટીને જિતાડવામાં મહત્વની ભૂમિકા અદા કરશે.

આ પણ વાંચોઃ જાણો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજકીય સફર

બીજું સૌથી અગત્યનું પરિબળ એ છે કે તેમની જન્મકુંડળીમાં રાહુ-કેતુ મિથુન અને ધન રાશિના છે જે જન્મથી માતા-પિતાની દેણગી છે. માટે દ્વાદશાંશ કુંડળીમાં પણ મીઠી અને ધન રાશિમાં જ રાહુ-કેતુ છે. પાછી સૂર્ય-કેતુની યુતિ ધન રાશિમાં હોવાથી આ માણસ કોઈ પણ પરિસ્થિતિમાં હાર નહીં સ્વીકારે અને તેના ડિપોઝિટર ગ્રહ બુધ-ગુરુ લાભ અને શત્રુસ્થાનમાં હોવાથી હંમેશાં શત્રુઓ રહે, પણ શત્રુઓ તેમને હરાવી ન શકે. શત્રુઓ એવો ઢીલો બૉલ નાખે કે તે કચકચાઈને સિક્સ જ મારે. તેમની કોઈ પણ લડાઈ સરળ ન હોય, પણ છેક છેલ્લે સુધી કટોકટી લાવે એવી હોય અને હંમેશાં છેલ્લા બૉલે જ નર્ણિય લેવાય એવી જ મૅચો હોય. પાછો મંગળ નીચ રાશિમાં હોવાને કારણે તમે વિચારી જ ન શકો કે આ માણસ હવે શું કરશે? તેમને પકડવા મુશ્કેલ પડે અને આક્રમકતાથી લડે.
સૂર્યનું હાલનું ગોચર ભ્રમણ તેમની લોકપ્રિયતામાં વધારો કરશે. માનસન્માનની પ્રાપ્તિ મળે. ઇલેક્શનના પરિણામ વખતે મેષનો ઉચ્ચનો સૂર્ય એ પણ અશ્વિની વિજયી નક્ષત્રમાં અકલ્પનીય વોટોથી તેમને વિજયી બનાવશે અને ફરીથી રાજકારણ ચાણક્ય તારીખે સ્થાપિત થશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK