જાણો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજકીય સફર

Mar 27, 2019, 15:43 IST
 • અમિત શાહ, ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના દિવસે થયો હતો. તેઓ રાજ્યસભાના સભ્ય પણ છે. 2014 લોકસભા ચૂંટણી સમયે અમિત શાહ ભાજપના ઉત્તર પ્રદેશ રાજ્યના ઈનચાર્જ હતા.

  અમિત શાહ, ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના દિવસે થયો હતો. તેઓ રાજ્યસભાના સભ્ય પણ છે. 2014 લોકસભા ચૂંટણી સમયે અમિત શાહ ભાજપના ઉત્તર પ્રદેશ રાજ્યના ઈનચાર્જ હતા.

  1/18
 • અમિત શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ એક સદ્ધર વાણિયા પરિવારમાંથી આવે છે. તેમના પિતાજી અનિલ શાહ, વેપારી હતા. અમિત શાહે બાયોકેમેસ્ટ્રીમાં B.Sc. કર્યું છે. તેમણે થોડા સમય માટે તેમના પિતાનો વ્યાપાર પણ સંભાળ્યો હતો. અમિત શાહના લગ્ન સોનલ શાહ સાથે થયા છે. તેમને જય શાહ નામનો પુત્ર છે.  

  અમિત શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ એક સદ્ધર વાણિયા પરિવારમાંથી આવે છે. તેમના પિતાજી અનિલ શાહ, વેપારી હતા. અમિત શાહે બાયોકેમેસ્ટ્રીમાં B.Sc. કર્યું છે. તેમણે થોડા સમય માટે તેમના પિતાનો વ્યાપાર પણ સંભાળ્યો હતો. અમિત શાહના લગ્ન સોનલ શાહ સાથે થયા છે. તેમને જય શાહ નામનો પુત્ર છે.

   

  2/18
 •  1997થી સતત ચાર વાર અમિત શાહ અમદાવાદના સરખેજથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીક છે.

   1997થી સતત ચાર વાર અમિત શાહ અમદાવાદના સરખેજથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીક છે.

  3/18
 • શાહે તેમની રાજકીય કારકીર્દિની શરૂઆત RSSની વિદ્યાર્થી પાંખના નેતા તરીકે કરી હતી. તેઓ બાળપણથી જ RSS સાથે જોડાયેલા હતા અને શાખામાં ભાગ લેતા હતા. તેઓ વડાપ્રધાન મોદીને 1982માં અમદાવાદ RSSના માધ્યમથી જ મળ્યા હતા.

  શાહે તેમની રાજકીય કારકીર્દિની શરૂઆત RSSની વિદ્યાર્થી પાંખના નેતા તરીકે કરી હતી. તેઓ બાળપણથી જ RSS સાથે જોડાયેલા હતા અને શાખામાં ભાગ લેતા હતા. તેઓ વડાપ્રધાન મોદીને 1982માં અમદાવાદ RSSના માધ્યમથી જ મળ્યા હતા.

  4/18
 • અમિત શાહ 1986માં ભાજપમાં જોડાયા અને 1987માં ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર બની ગયા. નરેન્દ્ર મોદીએ અમિત શાહના એક વર્ષ પછી પક્ષમાં જોડાયા હતા. 1991ની લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહે એલ કે અડવાણી માટે પ્રચાર કર્યો હતો.

  અમિત શાહ 1986માં ભાજપમાં જોડાયા અને 1987માં ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર બની ગયા. નરેન્દ્ર મોદીએ અમિત શાહના એક વર્ષ પછી પક્ષમાં જોડાયા હતા. 1991ની લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહે એલ કે અડવાણી માટે પ્રચાર કર્યો હતો.

  5/18
 • 1990માં કેશુભાઈ પટેલની ગુજરાતમાં સરકાર હતી ત્યારે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ અનેક લોકોને ભાજપમાં જોડાવા માટે રાજી કર્યા હતા.

  1990માં કેશુભાઈ પટેલની ગુજરાતમાં સરકાર હતી ત્યારે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ અનેક લોકોને ભાજપમાં જોડાવા માટે રાજી કર્યા હતા.

  6/18
 • ધીમે ધીમે ભાજપ કો-ઓપરેટિવ બેંક્સ, ડેરીઓ અને એપીએમસીની ચૂંટણીઓ જીતવા લાગ્યું. જેના કારણે ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત થયું.

  ધીમે ધીમે ભાજપ કો-ઓપરેટિવ બેંક્સ, ડેરીઓ અને એપીએમસીની ચૂંટણીઓ જીતવા લાગ્યું. જેના કારણે ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત થયું.

  7/18
 • અમિત શાહના નેતૃત્વ નીચે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક નફો કરવા લાગી. દસ વર્ષમાં પહેલી બેંકએ ડિવિડન્ડ પણ બહાર પાડ્યા હતા.

  અમિત શાહના નેતૃત્વ નીચે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક નફો કરવા લાગી. દસ વર્ષમાં પહેલી બેંકએ ડિવિડન્ડ પણ બહાર પાડ્યા હતા.

  8/18
 • નરેન્દ્ર મોદીના બાર વર્ષના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અમિત શાહ મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા. તેઓ મોદી સરકારના સૌથી નાની ઉંમરના મંત્રી પણ બન્યા.

  નરેન્દ્ર મોદીના બાર વર્ષના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અમિત શાહ મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા. તેઓ મોદી સરકારના સૌથી નાની ઉંમરના મંત્રી પણ બન્યા.

  9/18
 • મોદી સરકારમાં ગુજરાત ફ્રીડમ રીલિજિયન એક્ટ પસાર કરાવવામાં અમિત શાહ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરોધપક્ષના ભારે વિરોધ છતા શાહ આ બિલ પસાર કરાવવામાં સફળ રહ્યા હતા.

  મોદી સરકારમાં ગુજરાત ફ્રીડમ રીલિજિયન એક્ટ પસાર કરાવવામાં અમિત શાહ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરોધપક્ષના ભારે વિરોધ છતા શાહ આ બિલ પસાર કરાવવામાં સફળ રહ્યા હતા.

  10/18
 • અમિત શાહ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ 2009માં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વાઈસ-પ્રેસિડેન્ટ પણ રહ્યા હતા. 2014માં તેઓ એસો.ના પ્રમુખ બન્યા.

  અમિત શાહ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ 2009માં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વાઈસ-પ્રેસિડેન્ટ પણ રહ્યા હતા. 2014માં તેઓ એસો.ના પ્રમુખ બન્યા.

  11/18
 • અમિત શાહને અનેક લોકો આધુનિક ચાણક્ય તરીકે સંબોધે છે.

  અમિત શાહને અનેક લોકો આધુનિક ચાણક્ય તરીકે સંબોધે છે.

  12/18
 • અમિત શાહની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ મોટાભાગના પક્ષના કાર્યકર્તાઓને નામથી ઓળખે છે. તેઓ ચુસ્ત શાકાહારી છે.

  અમિત શાહની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ મોટાભાગના પક્ષના કાર્યકર્તાઓને નામથી ઓળખે છે. તેઓ ચુસ્ત શાકાહારી છે.

  13/18
 • પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે, અમિત શાહ કેન્દ્રીય મંત્રીઓ સાથે નિયમિત વાતચીત કરે છે. નીતિઓ ઘડવામાં પણ રાજ્યસભાના સભ્ય તરીકે અમિત શાહ સક્રિય ભૂમિકા ભજવે છે.

  પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે, અમિત શાહ કેન્દ્રીય મંત્રીઓ સાથે નિયમિત વાતચીત કરે છે. નીતિઓ ઘડવામાં પણ રાજ્યસભાના સભ્ય તરીકે અમિત શાહ સક્રિય ભૂમિકા ભજવે છે.

  14/18
 • અમિત શાહ ચૂંટણી લક્ષી યોજનાઓ બનાવવામાં નિષ્ણાંત છે. અને તેમણે ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

  અમિત શાહ ચૂંટણી લક્ષી યોજનાઓ બનાવવામાં નિષ્ણાંત છે. અને તેમણે ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

  15/18
 • અમિત શાહને રાજનીતિજ્ઞોના પુસ્તકો વાંચવા પસંદ છે. તેમણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નવ વર્ષની ઉંમરે જ વાંચ્યું હતું. તેઓ કહેતા રહે છે કે, "કોઈ પણ પ્રોજેક્ટની સફળતા તેને ગુપ્તતા પર આધારિત છે."

  અમિત શાહને રાજનીતિજ્ઞોના પુસ્તકો વાંચવા પસંદ છે. તેમણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નવ વર્ષની ઉંમરે જ વાંચ્યું હતું. તેઓ કહેતા રહે છે કે, "કોઈ પણ પ્રોજેક્ટની સફળતા તેને ગુપ્તતા પર આધારિત છે."

  16/18
 • 2016માં અમિત શાહ સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા હતા. એલ કે અડવાણી અને નરેન્દ્ર મોદી પણ આ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી છે.

  2016માં અમિત શાહ સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા હતા. એલ કે અડવાણી અને નરેન્દ્ર મોદી પણ આ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી છે.

  17/18
 • કાર્યક્રમોમાં સતત વ્યસ્ત રહેતા અમિત શાહને ક્રિકેટ અને શાસ્ત્રીય સંગીત પસંદ છે.

  કાર્યક્રમોમાં સતત વ્યસ્ત રહેતા અમિત શાહને ક્રિકેટ અને શાસ્ત્રીય સંગીત પસંદ છે.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજકીય સફર જુઓ તસવીરોની સાથે.
તમામ તસવીરોઃ અમિત શાહ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK