Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નીતિ આયોગના સ્વસ્થ રાજ્યના રેન્કિંગમાં કેરળ ફરી ટોચપર,ગુજરાત ચોથા ક્રમે

નીતિ આયોગના સ્વસ્થ રાજ્યના રેન્કિંગમાં કેરળ ફરી ટોચપર,ગુજરાત ચોથા ક્રમે

26 June, 2019 08:50 AM IST | Mumbai

નીતિ આયોગના સ્વસ્થ રાજ્યના રેન્કિંગમાં કેરળ ફરી ટોચપર,ગુજરાત ચોથા ક્રમે

નીતિ આયોગ

નીતિ આયોગ


Mumbai : નીતિ આયોગ દ્રારા આરોગ્યને અનુલક્ષીને મંગળવારે રાજ્યોના રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કેરલ રાજ્યએ આરોગ્ય અંગે ફરી ટોચના સ્થાને રહ્યું હતું. ગત વર્ષે પણ કેરળ ટોચના સ્થાને હતું. તો બિહાર અને ઉત્તર પ્રદેશ સૌથી ખરાબ પ્રદર્શન કરતા રાજ્યો રહ્યા છે. નીતિ આયોગના નાયબ અધ્યક્ષ ડો. રાજીવ કુમાર દ્વારા તાજેતરમાં જ 'હેલ્ધી સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા' નામનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.

આરોગ્યની દ્રસ્ટીએ ગુજરાત ચોથા ક્રમે
આરોગ્ય અંગેના આ સુચકાંકમાં ગુજરાત સમગ્ર દેશમાં ચોથા સ્થાને રહ્યું છે. હરિયાણા
, ઝારખંડ અને આસામે આરોગ્યની બાબતે પોતાના પ્રદર્શનમાં સારો સુધારો કર્યો, તમામ રાજ્યોમાં છત્તીસગઢના પ્રદર્શનમાં નહીંવત સુધારો નોંધાયો છે. 

નીતિ આયોગના આરોગ્ય સૂચકાંક મુજબ રાજ્યોનો ક્રમ
1.
કેરળ
2.
આંધ્ર પ્રદેશ
3.
મહારાષ્ટ્ર
4.
ગુજરાત
5.
પંજાબ
6.
હિમાચલ પ્રદેશ
7.
જમ્મુ-કાશ્મીર
8.
કર્ણાટક
9.
તમિલનાડુ
10.
તેલંગાણા

મંગળવારે નીતિ આયોગે યાદી જાહેર કરી
નીતિ આયોગ દ્રારા મંગળવારે આરોગ્ય સૂચકાંકની બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી. જેમાં વર્ષ
2016-17 અને 2017-18ના સમયગાળા દરમિયાન આરોગ્યની સ્થિતી અંગે રાજ્યો દ્વારા કરવામાં આવેલું સરેરાશ પ્રદર્શન અને તેમાં સુધારાને ધ્યાનમાં લેવાયો હતો. આ રિપોર્ટમાં આરોગ્યની સ્થિતિ, સરકારી સુવિધા અને પ્રક્રિયા, સરકારની નીતિઓના અમલીકરણની સ્થિતીને ધ્યાનમાં લેવાઈ હતી. 



આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને વર્લ્ડ બેન્કના સહયોગથી આ સૂચકાંક તૈયાર કરવામાં આવ્યો હતો. આરોગ્ય સૂચકાંકનો પ્રથમ રાઉન્ડ ફેબ્રુઆરી-2018માં બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં વર્ષ રાજ્યોની 2014-15 અને 2015-16ની આરોગ્ય સ્થિતીને ગણતરીમાં લેવામાં આવી હતી.

આ પણ જુઓ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

પંજાબ અને તમિલનાડુનું ગત વર્ષ કરતા આ વર્ષે સ્થાન ગગડ્યું
ગત વર્ષે બહાર પડાયેલા સૂચકાંકમાં કેરળ, પંજાબ અને તમિલનાડુ ટોચના રાજ્ય રહ્યા હતા. જ્યારે ઝારખંડ
, જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તર પ્રદેશે વાર્ષિક ધોરણે સુધારાના રેન્કિંગમાં ટોચના રાજ્ય રહ્યા હતા.

ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને ઉ.પ્રદેશમાં નોંધનીય કામ થયા છે
સરકાર દ્રારા નોંધ કરવામાં આવ્યું છે કે ભારતના ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશ રાજ્યોઓ સરાહનીય કાર્ય કર્યું છે. જેમાં રાષ્ટ્રીય બાળ મૃત્યુ દર, પાંચ વર્ષના નીચેના બાળકોનો બાળ મૃત્યુ દર, સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમ, સંસ્થાકીય સેવાઓ, એચઆઈવી સાથે રહેતા લોકો કે જેમની એન્ટી રીટ્રોવાઈરલ થેરપી ચાલતી હોય વગેરે બાબતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 08:50 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK