આજ રાતથી ૩૧ મે સુધી કરી રોડ બ્રિજ બંધ રહેશે

Published: 14th December, 2012 05:42 IST

વડાલાથી જેકબ સર્કલ (સાત રસ્તા) સુધી બની રહેલી મોનો રેલના પ્રોજેક્ટ માટે કરી રોડ ફ્લાયઓવર આજે રાતથી ૨૦૧૩ની ૩૧ મે સુધી બંધ રહેશે. એમએમઆરડીએના જૉઇન્ટ પ્રોજેક્ટ મૅનેજર (જનસંપર્ક) દિલીપ કવટકરે આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘કરી રોડના મહાદેવ પાલવ માર્ગ પર આ માટે ૨૦ પિલર ઊભા કરવાના છે જે માટે છ મહિનાનો સમય લાગે એમ છે એટલે અમારે આ ફ્લાયઓવર બંધ કરવો પડી રહ્યો છે. લોકોને એથી હાડમારી ભોગવવી પડશે, પણ અમે દિલગીર છીએ. લોકો આ ફ્લાયઓવરને બદલે એલ્ફિન્સ્ટન બ્રિજ, ચિંચપોકલી બ્રિજ અને ભાયખલા એસ બ્રિજનો ઉપયોગ કરી શકે છે. આ ફ્લાયઓવર બંધ કરવા માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટની પરવાનગી લેવામાં આવી છે.’   એમએમઆરડીએ = મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK