દિવાળીની ભીડને લીધે અમદાવાદમાં પ્લૅટફૉર્મ ટિકિટ આપવાનું કૅન્સલ

Published: 12th November, 2012 05:18 IST

દિવાળીના પર્વના આ દિવસોમાં અમદાવાદ રેલવેસ્ટેશન ઉપર અધધધ કહી શકાય તેટલી માત્રામાં રોજના એક લાખ સાંઠ હજાર જેટલા મુસાફરોની અવરજવર થતાં તેમ જ બીજી તરફ મુસાફરોને મૂકવા તેમ જ લેવા માટે સ્ટેશન ઉપર આવતા તેમના સ્નેહીજનો પ્લૅટફૉર્મ ઉપર આવતા હોવાથી ભારે ભીડ થતી હોવાને પગલે મુસાફરોને કોઈ પ્રકારની અસુવિધા ન થાય,



અમદાવાદ :  કોઈ તકલીફ ના પડે અને ટ્રેન આવતાં દોડધામ ના સર્જાય એ હેતુથી પશ્ચિમ રેલવેએ તાત્કાલિક અસરથી ગઈ કાલથી ત્રણ દિવસ માટે પ્લૅટફૉર્મ ટિકિટના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. રેલવેના મુસાફરોને કોઈ પરેશાની ના થાય એ માટે ગઈ કાલથી આવતી કાલ સુધી પ્લૅટફૉર્મ ટિકિટ આપવાની બંધ કરી દેવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK