પત્રકાર ને મૉડલને ફટકાર્યા બાદ હોમગાર્ડે ઝેર ગટગટાવ્યું

Published: Dec 29, 2011, 05:02 IST

સસ્તામાં ટૂ-વ્હીલર અપાવવાને બદલે સતામણીની ફરિયાદ કરવામાં આવતાં આ પગલું ભર્યુંપોલીસ હોવાનો ડોળ કરવા બદલ તથા બાવીસ વર્ષની એક મૉડલનું જાતીય શોષણ કરી તેને માર મારવાના આરોપસર અશ્વિન રાજપૂત નામના ટ્રાફિક હોમગાર્ડ સામે નવઘર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. 

પોતાની ધરપકડ થવાનો અણસાર આવી જતાં અશ્વિને ઝેર ગટગટાવી લીધું હતું. ત્યાર બાદ તેણે ફરી પોલીસ-સ્ટેશનમાં મૉડલ અને પત્રકાર પર હુમલો કર્યો હતો અને ત્યાર બાદ ઝેરની અસરને કારણે તે જમીન પર ઢળી પડ્યો હતો. ટીવી-અભિનેત્રી તરીકે કામ કરતી ફારાહે પોલીસને કહ્યું હતું કે ‘છ મહિના પહેલા હું ટૂ-વ્હીલર ખરીદવા ગઈ હતી અને ત્યાં મારી અશ્વિન રાજપૂત સાથે મુલાકાત થઈ હતી. તેણે મને કહ્યું હતું કે તે પોલીસ એટલે મને સસ્તામાં ટૂ-વ્હીલર અપાવી દેશે. મેં તેને મારા ફોનનંબર આપ્યા. ત્યાર બાદ વારંવાર તેના ફોન આવવાના શરૂ થઈ ગયા. થોડા સમય બાદ તેણે બીભત્સ મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું. થોડા સમય બાદ તે અમારા ઘરની રોજ બે વખત મુલાકાત લેવા માંડ્યો. એક વખત તે મારા ઘરમાં ઘૂસી આવ્યો અને મારું જાતીય શોષણ કરવાની કોશિશ કરી. મેં જ્યારે વિરોધ કર્યો ત્યારે તેણે મને માર માર્યો હતો.’

આ મામલે એક પત્રકાર અશ્વિન પાસે ગયો ત્યારે અશ્વિને તેને પણ માર મારી તેનો કૅમેરા તોડી નાખવાની કોશિશ કરી હતી. એ પછી તેણે ઝેર ગટગટાવી લઈને પોલીસ-સ્ટેશનમાં મારા અને પત્રકાર પર ફરી હુમલો કર્યો હતો. જોકે ઝેરની અસરને કારણે તરત જ તે જમીન પર ઢળી પડ્યો હતો.
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK