Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જપાનના મંદિરમાં ૬.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે મૂકાયા રોબો દેવતા

જપાનના મંદિરમાં ૬.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે મૂકાયા રોબો દેવતા

28 February, 2019 08:52 AM IST | અમેરિકા

જપાનના મંદિરમાં ૬.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે મૂકાયા રોબો દેવતા

રોબોટ દેવતાના કરો દર્શન

રોબોટ દેવતાના કરો દર્શન


જપાનના ક્યોટો શહેરમાં આવેલા ૪૦૦ વર્ષ જૂના કોડાજી મંદિરમાં કૅનન નામનો રોબો મૂકવામાં આવ્યો છે. આ રોબો ટ્રેડિશનલ બૌદ્ધિષ્ઠ સાધુ જેવું જ્ઞાન ધરાવે છે જે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને પૌરાણિક ઉપદેશ આપવાનું કામ કરે છે. કૅનનનું નર્મિાણ ઝેન મંદિર અને ઓસાકા યુનિવર્સિટીના સહયોગથી થયું છે. એ બનાવવાનો ખર્ચ સાત લાખ પાઉન્ડ એટલે કે લગભગ ૬.૬૦ કરોડ રૂપિયા જેટલો થયો છે. કૅનનનું માથું, ગળું અને હાથ જ સ્કિન જેવા સિલિકૉન મટીરિયલથી કવર કરેલાં છે. બાકી એનો લુક એકદમ ઍન્ડ્રૉઇડ રોબો જેવો જ છે. આ ઍન્ડ્રૉઇડને રોબો-દેવતાનું ઉપનામ અપાયું છે અને તાજેતરમાં જ આ દેવતાએ ૧૬૧૯માં સ્થપાયેલા ક્યોટોના કોડાજી મંદિરમાં પહેલો ઉપદેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચોઃ ઑસ્ટ્રેલિયાના પ્રવાસેથી પાછા આવીને સામાન ખોલ્યો તો અજગર નીકળ્યો



મંદિરના બૌદ્ધ સાધુઓનું માનવું છે કે આ રોબો-દેવતા યંગસ્ટર્સને બૌદ્ધ ધર્મ તરફ આકર્ષવામાં કામિયાબ રહેશે. ૧.૯૫ મીટર ઊંચો અને ૫૯ કિલો વજન ધરાવતા આ રોબોની ડાબી આંખમાં વિડિયો કૅમેરા ઇન્સ્ટૉલ કરેલો છે એને કારણે તેની સામે જે લોકો જોઈ રહ્યા છે એની સામે તે આંખમાં આંખ પરોવીને વાત કરતો હોય એ રીતે વર્તે છે. રોબો-દેવતા જૅપનીઝ ભાષામાં ઉપદેશ આપે છે, પરંતુ એનું અંગ્રેજી અને ચાઇનીઝ ભાષામાં ભાષાંતર સાંભળવું હોય તો એ પણ શક્ય છે. ઓસાકા યુનિવર્સિટીના રોબોટિક્સના પ્રોફેસર હિરોશી ઇશીગુરોના નેતૃત્વમાં આ રોબો તૈયાર થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2019 08:52 AM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK