Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇસરોએ લોન્ચ કર્યો જીસેટ-7એ સંચાર ઉપગ્રહ, ઇન્ટરનેટ યુઝર્સને લાભ

ઇસરોએ લોન્ચ કર્યો જીસેટ-7એ સંચાર ઉપગ્રહ, ઇન્ટરનેટ યુઝર્સને લાભ

19 December, 2018 06:46 PM IST | New Delhi

ઇસરોએ લોન્ચ કર્યો જીસેટ-7એ સંચાર ઉપગ્રહ, ઇન્ટરનેટ યુઝર્સને લાભ

શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી લોન્ચ થયો જીસેટ-7એ સેટેલાઈટ.

શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી લોન્ચ થયો જીસેટ-7એ સેટેલાઈટ.


ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) આજે સાંજે 4.10 વાગે દેશનો 35મો સંચાર સેટેલાઈટ જીસેટ-7એ લોન્ચ કર્યો. 

જીસેટ-7એ સેટેલાઈટ ભારતીય ક્ષેત્રમાં ક્યૂ-બેન્ડના ગ્રાહકોને સંચાર ક્ષમતા પહોંચાડવામાં મદદ કરશે. (ફાઇલ)



ઇસરોના જણાવ્યા પ્રમાણે, સંચાર સેટેલાઇટ જીસેટ-7એને જીએસએલવી એફ-11 દ્વારા શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યો. ઇસરોએ પાંચ ડિસેમ્બરના રોજ યુરોપીય અંતરિક્ષ એજન્સી એરિયાનેસ્પેસના ફ્રેન્ચ ગુઆનાથી સંચાલ સેટેલાઈટ જીસેટ-11ના સફળ પ્રક્ષેપણ પછીથી જ પોતાના 35મા સંચાર સેટેલાઇટ જીસેટ-7એના લોન્ચની જાહેરાત કરી દીધી હતી.


આઠ વર્ષનું હશે આ મિશન

ઇસરોના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરમાં લોન્ચ થઈ રહેલા બંને સંચાર સેટેલાઈટ દેશમાં સંચાર સુવિધાઓ વધુ સારી બનાવશે. તેનો સૌથી વધુ લાભ ઇન્ટરનેટ યુઝર્સને મળશે. 2250 કિલો વજનનો જીસેટ-7એ સેટેલાઈટ ભારતીય ક્ષેત્રમાં ક્યૂ-બેન્ડના ગ્રાહકોના ગ્રાહકોને સંચાર ક્ષમતા પહોંચાડવામાં મદદ કરશે. તેનાથી ખાસ કરીને વાયુસેનાનો સંપર્ક સુધારવામાં મદદ મળશે. ઇસરોએ મંગળવાર સવારથી જીસેટ-7એના લોન્ચનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. ઇસરોના જણાવ્યા પ્રમાણે, આ સેટેલાઇટ મિશનનો સમયગાળો 8 વર્ષનો રહેશે.



Whatsapp-channel Whatsapp-channel

19 December, 2018 06:46 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK