ભારત વેધરની સિસ્ટમનો અભ્યાસ કરનારી સૅટેલાઇટ લૉન્ચ કરનાર બીજો દેશ બન્યો

Published: 13th October, 2011 20:41 IST

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ) : ભારતીય રૉકેટે બુધવારે ઉષ્ણકટિબંધની હવામાન સિસ્ટમનો અભ્યાસ કરવા માટેની ઇન્ડો-ફ્રેન્ચ સૅટેલાઇટ અને બીજી ત્રણ નાની સૅટેલાઇટ ભ્રમણકક્ષામાં મૂકી હતી. મેઘા ટ્રૉપિક્સ સૅટેલાઇટ મોકલનાર ભારત વિશ્વમાં બીજો દેશ છે અને ઇસરો (ઇન્ડો સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)ના પીએસએલવી (પોલર સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ)એ ૧૯૯૩થી ૫૦ સૅટેલાઇટ અવકાશમાં મૂકી છે.

 

 

૪૪ મીટર ઊંચા અને ૨૩૦ ટનની વજન ધરાવતા પીએસએલવી-સી૧૮એ તામિલનાડુની રાજધાની ચેન્નઈથી ૮૦ કિલોમીટર દૂર આવેલા શ્રીહરિકોટા સ્પેસર્પોટથી ૧૦૪૨.૬૦ કિલોના કુલ વજનવાળા ઉપગ્રહો અવકાશમાં તરતા મૂક્યા હતા. ફ્રેન્ચ સ્પેસ એજન્સી સેન્ટરે પણ પીએસએલવીની સિદ્ધિને બિરદાવી હતી. મેઘા ટ્રૉપિક્સ વતુર્ળાકાર ભ્રમણકક્ષા અને વિષુવવૃત્તથી ૨૦ ડિગ્રીનો ઢોળાવ ધરાવે છે, જેથી હવામાનનો અભ્યાસ કરી શકાય. આ અગઉ આવી સૅટેલાઇટ અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન) અને જપાન ઍરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીએ ભ્રમણકક્ષામાં મૂકી છે. ભારત આવી સૅટેલાઇટ મૂકનાર બીજો દેશ છે.

૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બીજું સ્પેસર્પોટ બનાવશે

સૅટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકવાની ફ્રીક્વન્સી વધારવા અને આંતરરાષ્ટ્રીય માર્કેટનો ફાયદો ઉઠાવવા ભારત ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે શ્રીહરિકોટા ઉપરાંત વધુ એક સ્પેસર્પોટ વિકસાવવા વિચારી રહ્યું છે. ૧૨મી પંચવર્ષીય યોજના (૨૦૧૨-’૧૭)ના સમયગાળામાં આની ફિઝિબિલિટી સ્ટડી કરવામાં આવશે. અમે અત્યાર સુધી ૨૭ વિદેશી સૅટેલાઇટ લૉન્ચ કરી છે અને વધુ ઇન્ક્વાયરી આવી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK