ભારત સાથે અમારા સંબંધ સારા, કાશ્મીરમાં મુસ્લિમોની સ્થિતિ વિશે અમે ચિંતિત

Published: Aug 23, 2019, 10:55 IST | તહેરાન

ઇરાની નેતાએ કાશ્મીરની હાલની સ્થિતિ માટે બ્રિટનને જવાબદાર ગણાવ્યું. તેમણે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, કાશ્મીરની હાલની સ્થિતિ તેમજ ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીરને લઇને વિવાદ બ્રિટિશ સરકારના એ દ્વેષપૂર્ણ પગલાનું પરિણામ છે,

સઇદ અલી ખોમૈની
સઇદ અલી ખોમૈની

ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ને નાબૂદ કરવાના નિર્ણયના બે સપ્તાહ બાદ ઇરાનના ટોચના નેતા અાયાતુલ્લાહ સઇદ અલી ખોમૈનીએ કાશ્મીરમાં મુસ્લિમોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ખોમૈનીએ જણાવ્યું હતું કે, ‘અમે કાશ્મીરમાં મુસ્લિમોની સ્થિતિ અંગે ચિંતિત છે ભારત સાથે અમારા સંબંધ સારા છે, પરંતુ અમે ભારત સરકારને કાશ્મીરના સારા લોકો પ્રત્યે ન્યાયપૂર્ણ નીતિ અપનાવવા અને આ વિસ્તારમાં મુસ્લિમો પર અત્યાચારથી બચવાની આશા રાખીએ છે’
ઇરાની નેતાએ કાશ્મીરની હાલની સ્થિતિ માટે બ્રિટનને જવાબદાર ગણાવ્યું. તેમણે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, કાશ્મીરની હાલની સ્થિતિ તેમજ ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીરને લઇને વિવાદ બ્રિટિશ સરકારના એ દ્વેષપૂર્ણ પગલાનું પરિણામ છે, જે તેમણે ભારતીય ઉપખંડ છોડતા સમયે લીધા હતા... બ્રિટને આવું એટલા માટે કર્યું જેથી કાશ્મીરમાં સંઘર્ષ ચાલું રહે.
હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાશ્મીર એક ગૂંચવાળાની સ્થિતિ છે. આ સમસ્યાને હિન્દુ-મુસ્લિમ ધર્મ સાથે પણ સંબંધ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK