માસ્કની જગ્યાએ સાપ મોંએ વીંટાળીને બસમાં ફરવા નીકળ્યા આ ભાઈ

Published: Sep 17, 2020, 08:52 IST | Mumbai correspondent | Mumbai

મૅન્ચેસ્ટરની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમના પ્રવક્તાનું કહેવું હતું કે ‘રોગચાળાના દિવસોમાં ફેસ માસ્ક પહેર્યા વગર ફરતા અને સાપ વીંટાળનારા પ્રવાસીની પ્રવૃત્તિ જોખમી છે.

માસ્કની જગ્યાએ સાપ મોંએ વીંટાળીને બસમાં ફરવા નીકળ્યા આ ભાઈ
માસ્કની જગ્યાએ સાપ મોંએ વીંટાળીને બસમાં ફરવા નીકળ્યા આ ભાઈ

ઇંગ્લૅન્ડના સ્વિન્ટનથી મૅન્ચેસ્ટર તરફ જતી બસમાં ફેસ માસ્કની જગ્યા પર સાપ વીંટાળીને ફરતા એક મુસાફરનો વિડિયો સોશ્યલ મીડિયામાં હોબાળો મચાવી રહ્યો છે. એમાંય જ્યારે એ મુસાફરે સાપ ગળેથી ઉતારીને બસના સળિયા પર વીંટળાવા દીધો ત્યારે તો આસપાસના મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા. મૅન્ચેસ્ટરની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમના પ્રવક્તાનું કહેવું હતું કે ‘રોગચાળાના દિવસોમાં ફેસ માસ્ક પહેર્યા વગર ફરતા અને સાપ વીંટાળનારા પ્રવાસીની પ્રવૃત્તિ જોખમી છે. અમે એ બાબતને ગંભીર ગણીએ છીએ. અમે ડ્રાઇવરને પૂછપરછ સહિત તપાસની કાર્યવાહી કરી રહ્યા છીએ. આવી બેદરકારી અને જોખમી વર્તન ચલાવી નહીં લઈએ. નિશ્ચિત રૂપે ગંભીર પગલાં લઈશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK