દેશનું સૌથી મોટું યુદ્ધજહાજ INS વિક્રમાદિત્ય ભારત આવી પહોંચ્યું

Published: Jan 06, 2014, 06:26 IST

દેશનું સૌથી મોટું યુદ્ધજહાજ INS વિક્રમાદિત્ય શનિવારે વેસ્ટર્ન નેવલ કમાન્ડના કર્ણાટકસ્થિત કારવાર બેઝ પર પહોંચી ગયું હતું. રશિયા પાસેથી આ જહાજને ૨.૩ અબજ ડૉલરના ખર્ચે ખરીદવામાં આવ્યું છે અને એને ૧૬ નવેમ્બરે ડિફેન્સ મિનિસ્ટર એ. કે. ઍન્ટનીએ નૌકાદળમાં સામેલ કયુંર્ હતું.


રશિયામાં યોજાયેલા એક સમારોહમાં રશિયાના વડા પ્રધાન દિમિત્રી રોગોજિન અને બન્ને દેશોની સરકાર અને નૌકાદળના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી પાર પાડવામાં આવ્યા પછી આ જહાજ ભારત માટે રવાના થયું હતું.

આ જહાજ કિવ શ્રેણીનું છે અને એનું વજન ૪૪,૫૦૦ ટન છે. એની લંબાઈ ૨૮૪ મીટર છે. એમાં મિગ-૨૯ ટાઇપનાં યુદ્ધવિમાન અને હેલિકૉપ્ટરો પણ રાખી શકાય છે. એને ૧૯૮૭માં બાકુના નામે રશિયન નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી એનું નામ ઍડમિરલ ગોર્શકોવ રાખવામાં આવ્યું હતું. ૧૯૯૫માં એણે રશિયાના નૌકાદળ માટે છેલ્લી સફર કરી હતી. ત્યાર પછી ભારતે એને ખરીદ્યું હતું અને એને INS વિક્રમાદિત્ય એવું નામ આપવામાં આવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK