રાધાને કેમ કહી સેક્સી?

Published: 3rd November, 2012 21:56 IST

ઇન્દોરમાં આ સવાલ સાથે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના ડિરેક્ટર કરણ જોહર અને પ્રોડ્યુસર ગૌરી ખાન સહિતની વ્યક્તિઓ સામે થયો ક્રિમિનલ કેસહમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના એક સૉન્ગમાં રાધાને સેક્સી ગણાવવા સામે વાંધો લેતાં ઇન્દોરમાં પોલીસકેસ નોંધાયો છે. સ્થાનિક એનજીઓએ ફિલ્મના ડિરેક્ટર કરણ જોહર તથા પ્રોડ્યુસર અને શાહરુખ ખાનની વાઇફ ગૌરી ખાન સહિતની વ્યક્તિઓ સામે પૌરાણિક પાત્રનું અપમાન કરીને લોકોની ધાર્મિક લાગણી દૂભવવા બદલ પોલીસ-ફરિયાદ નોંધાવી છે. શ્રીવિઝન સોશ્યલ એમ્પાવરમેન્ટ ઍન્ડ વેલફેર અસોસિએશન નામની એનજીઓએ કરેલી અરજીના આધારે મૅજિસ્ટ્રેટે પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. આ એનજીઓએ ગયા મહિને મૅજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી હતી. ઇન્દોરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ઓ. પી. ત્રિપાઠીએ કહ્યું હતું કે આઇપીસીની કલમ ૨૯૫-(એ)એ હેઠળ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. અરજદારે ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યુસર ઉપરાંત સોની મ્યુઝિક, ગીતકાર અન્વેતા દત્તા, સંગીતકાર વિશાલ-શેખર, ગાયક શ્રેયા ઘોષાલ અને ઉદિત નારાયણ તથા ઍક્ટર આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન સામે ફરિયાદ કરી છે.

એનજીઓ = નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન

આઇપીસી  =  ઇન્ડિયન પીનલ કોડ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK