ભારતીય નૌસેનાએ મંગળવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના એન્ટી શિપ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ અંદામાન અને નિકોબાર દ્વીપ સમુહમાં કરવામાં આવ્યું. આ પહેલા 24 નવેમ્બરના રોજ સપાટીથી સપાટી સુધી મારક કરનાર સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કર્યું હતું.
લાઇન ઓફ એક્ચૂઅલ કંટ્રોલ (LaC) પર ચાલી રહેલ તણાવની વચ્ચે ભારત પોતાની તાકત વધારવા તરફ જોર આપી રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી એક પછી એક ઘણા ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભારત અને રશિયાના સંયુક્ત પ્રયત્નોથી બનાવામાં આવેલ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું પણ અલગ-અલગ સંસ્કરણનું પરીક્ષણ કરવામાં આવ્યું.
India today testfired the anti-ship version of the BrahMos supersonic cruise missile in the Andaman and Nicobar Islands territory. The test is part of the trials being conducted by the Indian Navy: Sources
— ANI (@ANI) December 1, 2020
બહ્મોસ પોતાની શ્રેણીમાં દુનિયાની સૌથી ઝડપી ઓપરેટિંગ સિસ્ટમ છે અને ડીઆરડીઓ દ્વારા આ મિસાઇલ પ્રણાલીની સીમાઓને હવે હાલની 290 કિલોમીટરથી વધારીને 450 કિલોમીટર કરી દીધી છે. બ્રહ્મોસ મિસાઇલના નૌસેના સંસ્કરણનું 18 ઓક્ટોબરના રોજ અરબ સાગરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન બ્રહ્મોસે 400 કિલોમીટર સુધી દૂર રહેલ લક્ષ્ય પર અચૂક પ્રહાર કરવા પર પોતાની ક્ષમતાને સારી રીતે પ્રદર્શિત કર્યું હતું. ત્યાર બાદ 24 નવેમ્બરના રોજ અંદામાન નિકોબારમાં સપાટીથી થી સપાટી પર અચૂક નિશાન લગાવનારી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના લેંડ અટેક વર્જનનું સફળ પરીક્ષણ કર્યું હતું.
પ્રજાસત્તાક દિને ખેડૂતોને ૧૦૦ કિલોમીટરની ટ્રેક્ટર પરેડની દિલ્હી પોલીસે આપી પરવાનગી
24th January, 2021 13:09 ISTતામિલનાડુમાં હાથી પર સળગતું કપડું ફેંકાતાં અંતે એ મોતને ભેટ્યો
24th January, 2021 12:33 ISTકાશ્મીરના પૂંચમાં આતંકવાદી અડ્ડા પર દળો ત્રાટક્યા
24th January, 2021 12:31 ISTઆસામમાં વડા પ્રધાને એક લાખ સ્થાનિકોને જમીન પટ્ટા આપવાનું ઉદ્ઘાટન કર્યું
24th January, 2021 12:27 IST